તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વાલિયામાં વૃદ્ધાના ઘરેણાં ઉતારાવી ત્રણ ગઠિયા ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલિયામાં વૃદ્ધાના ઘરેણાં ઉતારાવી ત્રણ ગઠિયા ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનામક્તમપુર બોરભાઠા બેટ વિસ્તારમાં રહેતાં 65 વર્ષીય નર્મદાબેન કેશવ માછીપટેલ કોઇ કામ અર્થે શબરી સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વેળાં ત્રણ ગઠિયાઓ તેમની પાસે આવી પહોંચ્યાં હતાં. મજબુત બાંધાના બે અને પાતળી કાંઠીના એક યુવાને નર્મદાબેનને જણાવ્યું હતું કે, આગળ ખતરો છે જેને પગલે તમે તમારા ઘરેણાં કાઢીને તમારા પાકિટમાં મુકી દો. જેને પગલે ગભરાયેલાં નર્મદાબેને તેમના ગળમાંથી અઢી તોલાનો સોનાનો દોરો તેમજ સોનાની બે બંગડી મળી કુલ 52હજારના દાગીના ઉતારી તેમણે તેમના પાકિટમાં મુકવાની કવાયત હાથ ધરી હતી. અરસામાં ગઠિયાઓએ કોઇ રીતે તેમના દાગીના નજર ચુકવીને કાઢી લીધા હતાં.

સમયાંતરે નર્મદાબેન માછીપટેલે તેમનું પાકિટ ખોલીને જોતાં તેમાં તેમના દાગીના મળી આવ્યાં હતાં. નર્મદાબેને આસપાસના લોકોને જાણ કરતાં લોકોએ તેમણે જણાવાયાનુંસારના ત્રણેય શખ્સોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો કોઇ પત્તો લાગ્યો હતો. દરમિયાન નર્મદાબેને ભરૂચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો