તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

... અને મારી દોઢ વર્ષની પૌત્રી અચાનક પડી ગઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેરવિવારે સવારે અમે પરિવારના સૌ સભ્યો ઘરમાં હતાં તે વેળા સવારે 9 વાગ્યાના અરસામાં અેકદમ પંખા હલવા લાગ્યા અને મારી દોઢ વર્ષની પૌત્રી ઘરમાં ઉભી હતી તે ડોલવા લાગી અને નીચે પડી ગઇ. બે સેકન્ડ માટે ધરા ધ્રુજતી હોય તેવો અનુભવ કર્યો અને અમે બહાર નીકળી ગયાં શબ્દો છે દહેજના રામદેવ ફળિયામાં રહેતાં કાંતિભાઇ વસાવાના. રવિવારે રાજયના વિવિધ સ્થળોએ ધરતીકંપના આચંકા અનુભવાયાં હતાં અને ભરૂચના દરિયાકાંઠા વિસ્તારોમાં અમુક લોકોએ તેનો અનુભવ કર્યો હતો.

રાજયના સુરત, અમરેલી તથા બોટાદ સહિતના સ્થળોએ રવિવારે ભુકંપના હળવા આંચકા અનુભવાયાં હતાં. ભરૂચ જિલ્લામાં તેની ખાસ અસર જોવા મળી હતી પરંતુ દરિયા કિનારે આવેલાં દહેજ તથા હાંસોટમાં કેટલાંક લોકોએ બે સેકન્ડ માટે તેનો અનુભવ કર્યો હોવાનો દાવો કર્યો છે. દહેજના રામદેવ ફળિયામાં રહેતાં કાંતિભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે તેઓ દુકાન ખોલવાની તૈયારી કરી રહયાં હતાં. તે સમયે 9 વાગ્યાના અરસામાં અચાનક પંખા હલવા લાગ્યા અને મારી પોત્રી કૃતિ કે જે દોઢ વર્ષની છે તે ડોલવા લાગી અને જમીન પર પડી ગઇ. બે સેકન્ડ માટે ધરતી ધ્રુજતી હોય તેવો અનુભવ થયો હતો. અમે જાળી ખોલી બહાર નીકળી ગયાં અને ધરતીકંપ આવ્યો તેવી બુમો પાડી જેથી ફળિયાના લોકો પણ બહાર દોડી આવ્યાં હતાં તેમ તેમણે ઉમેર્યું હતું. રવિવારે આવેલાં ધરતીકંપનો અનુભવ હાંસોટના કંટીયાજાળ ખાતે રહેતાં હસમુખ વસાવાએ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સવારે ઘરમાં બેઠા હતાં તે વેળા અચાનક કંપારી જેવું લાગ્યું હતું અને ઘરમાં રહેલો પંખો હલવા લાગ્યો હતો. બે સેકન્ડ માટે આવો અનુભવ થયો હતો. ભરૂચમાં ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં રહેતાં લોકોએ આંચકો અનુભવ્યો હતો.

બે સેકન્ડ માટે ધરા ધ્રુજી હોવાનો અનુભવ

દહેજમાં પણ ભુકંપના આચકા અનુભવ્યાં

ગભાણા ગામે આવેલા નર્મદા બંધ ખાતે 4.7 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

કેવડિયા કોલોની નજીક આવેલા ગભાણા ગામે નર્મદા નિગમ દ્વારા મૂકવામાં આવેલા રીક્ટર સ્કેલ પર રવિવારે સવારે 4.7 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું એપી સેન્ટર સરદાર સરોવરથી 126 કિમીની રેંજમાં કામરેજ-કીમ ફોલ્ટ લાઇન નોંધાયું હતું. રવિવારે સવારે 9.44 કલાકનાં અરસામાં સુરતનાં આસપાસનાં વિસ્તારો ભૂકંપનાં આંચકાઓથી હલ્યાં ત્યારે તે આંચકાનું કંપન નર્મદા ડેમના સરદાર સરોવર ખાતે પણ નોધાયું હતું. કેવડીયા કોલોની નજીક આવેલા ગભાણા ગામે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા મુકવામાં આવેલ રીક્ટર સ્કેલ પર ભૂકંપનો ઝટકો નોધાયો હતો. જેમાં સરદાર સરોવર થી 126 કિલોમીટરની રેંજમાં સુરતનાં કીમ-કામરેજ ફોલ્ટ લાઇન ખાતે એપી સેન્ટર બતાવવામાં આવ્યું હતું. ભૂકંપની તિવ્રતા નર્મદા ડેમ ખાતે મૂકવામાં આવેલા રિકટર સ્કેલ પર 4.7 ની નોંધાઇ હતી. ભૂકંપનાં આંચકાનું એપી સેન્ટર ડેમથી 126 કિલોમીટર દૂર હોય આંચકાની અનુભૂતિ પણ કેવડીયા વિસ્તારમાં થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો