તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચને સ્વચ્છ રાખવા હેલ્પલાઇન શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકાએ હેલ્પલાઇન શરૂ કરી છે. સ્વચ્છતા, ગંદકી, ગટર તથા પાણીને લગતી ફરિયાદો માટે ટોલ ફ્રી નંબર 1800-419-0620 કાર્યરત કરવામાં આવ્યો છે. નંબર સતત 24 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે જેથી નાગરિકો સરળતાથી તેમની ફરિયાદો કરી શકે.

પાવન સલિલા મા નર્મદાના તટે વસેલું ભરૂચ શહેર સ્વચ્છતા તરફ આગેકુચ કરી રહયું છે. શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે. નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નહિ હોવાથી ફરિયાદ લોકો કરે છે. શહેરમાં ગંદકી અને સફાઇને લગતી ફરિયાદો ઘરે બેઠા કરી શકે તે માટે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. નંબર સપ્તાહના 7 દિવસ અને 24 કલાક કાર્યરત રહેશે.

ભરૂચ શહેરમાં ખાસ કરીને બાગબગીચા, એસટી ડેપો, રેલવે સ્ટેશન સહિતના વિવિધ જાહેર સ્થળો પર ગંદકી વધારે જોવા મળતી હોય છે અને તેની ફરિયાદ કરવા માટે લોકો અવઢવમાં મુકાતાં હોય છે ત્યારે હેલ્પલાઇન નંબર પર ગંદકીને લગતી ફરિયાદ પણ કરી શકાય તેવી સુવિધા નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવી છે. હેલ્પલાઇનમાં આઠ પ્રકારની ફરિયાદોને હેલ્પલાઇનમાં આવરી લેવામાં આવી છે. હેલ્પલાઇન પર મળતી ફરિયાદોના નિવારણ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચને હવે સ્વચ્છ અને સુંદર બનાવવા નાગરિકો પણ તેમનો સહકાર આપી શકશે.

ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પાલિકા દ્વારા 24 કલાક માટે હેલ્પલાઇન શરૂ કરાઇ છે.

{ જાહેરસ્થળો, બગીચાની સફાઇ

{ પાણીપુરવઠા લીકેજ

{ ડોરટુ ડોર ઘન કચરાનું એકત્રીકરણ

{ રખડતાતથા મૃત પ્રાણીઓ

{ રસ્તાઓ,ફૂટપાથની સફાઇ

{ જાહેરશૌચાલયોની સફાઇ

{ ગંદકીઅને સાફ સફાઇ

ક્યાં ક્યાં પ્રકારની ફરિયાદ કરી શકાશે

ટોલ ફ્રી નંબર નોંધાયેલી ફરિયાદોના નિવારણની કાર્યવાહી કેવી રીતે થશે

પાલિકાનાટોલ ફ્રી નંબર 1800-419-0620 પર ફોન કરી નોંધાયેલી ફરિયાદ જે તે વિભાગના અધિકારી પાસે જશે અને તેનો 3 દિવસમાં નિકાલ આવે તો મુખ્ય અધિકારી પાસે જશે. મુખ્ય અધિકારીથી 3 દિવસમાં ફરિયાદનો નિકાલ આવે તો ફરિયાદ ડીસ્ટ્રીકટ મ્યુનિસિપલ ઓફિસર પાસે જશે ત્યાંથી 3 દિવસમાં ફરિયાદનો નિકાલ કરાશે.

પ્રજાની ફરિયાદનો ઝડપી નિરાકરણ માટે પુરતા પ્રયાસ કરવામાં આવશે

^ભરૂચનગરપાલિકાએ લોકોની સુવિધા માટે હેલ્પલાઇન શરૂ કરી છે. સ્વચ્છતાને લગતી કોઇ પણ ફરિયાદ નાગરિકો હેલ્પલાઇન નંબર પર કરી શકશે. લોકોની ફરિયાદનો ઝડપથી નિકાલ થાય તે માટે પુરતાં પ્રયાસો કરાશે. આપના વિસ્તારમાં કે જાહેર સ્થળોએ ગંદકી જોવા મળે તો તેની સફાઇ માટે નગરપાલિકાનો સંપર્ક કરી શકાશે. >કેતન વાનાણી,મુખ્યઅધિકારી, ભરૂચ પાલિકા

સ્વચછતા, ગંદકી સહિતની સમસ્યાઓ હવે ટોલ ફ્રી નં.1800-419-0620 પર જાણ કરી શકાશે

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ શહેરને હવે સ્વચ્છ અને સુંદર શહેેર બનવા તરફ આગેકુચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો