તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ નર્મદા જિલ્લા મા.શાળા કર્મી મંડળની 49મી સભા મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ-નર્મદા જિલ્લા મા.શાળા કર્મી મંડળની 49મી સભા મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ-નર્મદાજિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજે રવિવારે રાજપુત છાત્રાલય ખાતે 49મી સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં ક્રેડિટ સોસાયટીના નિવૃત્ત સભાસદોને સન્માનિત કરવા સાથે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 49મી સામાન્ય સભા આજે રવિવારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ આવેલાં રાજપૂત છાત્રાલય ખાતે મળી હતી. મંડળીના ચેરમેન પ્રવિણસિંહ રાણાની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં ભરૂચ જીલ્લા શિક્ષણાધિકારી નૈષધ મકવાણા, નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી બી. ડી. બારિયા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ પ્રવિણસિંહ સોલંકી સહિતના આગેવાનો તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમમાં ક્રેડિટ સોસાયટીના કુલ 60 સભાસદો નિવૃત્ત થતાં તે પૈકી ઉપસ્થિત તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કરાયાં હતાં. મંડળીના ચેરમેન પ્રવિણસિંહ રાણાએ રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, હાલમાં મંડળીનો 1.30 લાખ રૂપિયાનો શેરભંડોળ છે. કાયમી બચત તેમજ ફિક્સ ડિપોઝીટમાં મંડળીના કુલ 10.50 કરોડ રૂપિયા છે. જ્યારે 20 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્યું છે. વર્ષ 2015-16માં મંડળીએ કુલ 34 લાખ રૂપિયાનો નફો કર્યો છે.

ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી આવેલાં સભાસદોએ નિવૃત્ત થયેલાં સભ્યોને તેમના નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉપરાંત તેજસ્વી તારલાઓને પણ આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં હતાં.

નિવૃત્ત સભાસદો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો