તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ જિલ્લા પંચાયતના 19 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લા પંચાયતના 19 કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લા પંચાયતમાં જુદી જુદી કેડરના કુલ 19 કર્મચારીઓ મે તેમજ જૂન મહિનામાં વયનિવૃત્ત થતાં ભરૂચ જિલ્લા પંચયાત કર્મચારી મંડળ દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

જૂન મહિનામાં વિવિધ કેડરમાંથી 19 કર્મચારીઓ નિવૃત થયાં હતાં. જેને પગલે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલાં સમારોહમાં અધ્યક્ષ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. જે. અસારી, તેમજ મહામંડળના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઝરિયા, મહામંત્રી ભરત મિશ્રાએ દરેક કર્મચારીઓને આવકાર્યાં હતાં. કાર્યક્રમમાં માજી પ્રમુખ બહેચર રાઠોડ તેમજ માજી મહામંત્રી વિક્રમસિંહ રાજ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના નાયબ ડીડીઓ પી. ડી. કોસમિયા, નેત્રંગ તાલુકા પંચાયતના જુનિ. ક્લાર્ક ત્રિભોવન વસાવા, વાગરા તાલુકા પંચાયત સ.ઇ. ઇન્દ્રવદન પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના ત.ક.મંત્રી અહમદ આઇ. પટેલ, જંબુુસર તાલુકા પંચાયતના ત.ક.મંત્રી અરવિંદ ચૌહાણ તથા સિનિ. ક્લાર્ક અંબાલાલ રાણા, બાંધકામ પેટા વિભાગના પટાવાળા છોટુભાઇ રોહિત, આરોગ્ય શાખાના એમ. બી. ગોહિલ, અંક્લેશ્વર તાલુકા પંચાયતના ત.ક. મંત્રી રેવાદાસ પટેલ, આઇસીડીએસના મુખ્ય સેવિકા ગમીબેન ગામિત, જંબુસર તા. આ.કચેરીના પટાવાળા મનુભાઇ પરમાર, નાયબ કાર્યપાલક ઇજનેરના પટાવાળા ચંદુભાઇ માછીપટેલ, મેલેરિયા શાખાના જિલ્લા મેલેરિયા અધિકારી બી. સી. રાઠોડ તેમજ કુ. ક. શાખાના ફિમેલ હેલ્થ વર્કર ઝેડ. યુ. વસાવા, ટી. જી. ચૌધરી, રામુબેન વસાવા, સહિત ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એફ. એ. માસ્તર, ફીલ્ડ વર્કર એ. આઇ. ખંડેરાવ સહિતનાઓ વય નિવૃત્ત થતાં તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

નિવૃત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

કર્મીઓને શાલ ઓઢાડીને સન્માનિત કરાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો