તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ નર્મદા ડેમની સપાટીમાં 1 દિવસમાં 29 સેમીનો વધારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નર્મદા ડેમની સપાટીમાં 1 દિવસમાં 29 સેમીનો વધારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉપરવાસમાંથીપાણીની આવક ઓછી થતા સરદાર સરોવરનાં બન્ને જળવિદ્યુત મથકનાં 1-1 ટર્બાઇન રવિવારે બંધ કરાયાં હતા. વિતેલા 20 કલાકમાં રવિવારે સાંજે નર્મદા ડેમની સપાટી 29 સેમી વધીને 116.41 મીટરે પહોંચી હતી.

સરદાર સરોવરનાં ઉપરવાસમાંથી પાણીની અાવક ઘટીને 60864 કયુસેકસ થતા રીવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસનાં 1-1 ટર્બાઇન બંધ કરી દેવાયા હતા. આર.બી.પી.એચ.નાં 6 પૈકી હાલ 5 ટર્બાઇનો ચલાવવામાં આવી રહ્યાં છે. જે થકી નર્મદા નદીમાં 34321 કયુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. જયારે કેનાલહેડ પાવરહાઉસનાં 5 પૈકી 3 ટર્બાઇન હાલ કાર્યરત છે. ત્રણ યુનિટો ચલાવાતા 12321 કયુસેક પાણીનો વપરાશ થઇ રહ્યો છે. જે મુખ્ય કેનાલમાં ઠલવાઇ રહ્યું છે.

ઉપરવાસમાં માત્ર તવા ડેમમાં 8.4 મિમી વરસાદ વરસ્યો હતો. સરદાર સરોવરમાં આવક સામે કુલ જાવક 34321 કયુસેક થઇ રહ્યું હોવાથી હજી પણ ડેમમાં 14222 કયુસેક જળસંગ્રહ થઇ રહ્યો હોવાથી વિતેલા 20 કલાકમાં જળસ્તર વધીને રવિવારે સાંજે 6 કલાકે 116.41 મીટરે પહોંચ્યાં છે. બન્ને જળવિદ્યુત મથકોએ 24 કલાકમાં 17524 મેગાવોટ વીજ ઉત્પાદન કર્યુ હતું. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અસને સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ નહિ હોવાથી સરદાર સરોવરમાં હાલ ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વરનાં કાર્યરત જળવિદ્યુત મથકો થકી પાણીની આવક થઇ રહી છે. રીવરબેડ પાવરહાઉસનું એક ટર્બાઇન બંધ કરાતા નર્મદા નદીમાં ઠલવાતા જથ્થામાં પણ ઘટાડો નોંધાયો છે.

બન્ને જળવિદ્યુત મથકોનાં 1-1 ટર્બાઇન બંધ કરાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો