તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ગૌરીવ્રતનાં પ્રારંભ સાથે શિવાલયો, બગીચાઓમાં કુંવારીકાઓની ભીડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરીવ્રતનાં પ્રારંભ સાથે શિવાલયો, બગીચાઓમાં કુંવારીકાઓની ભીડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં ગૌરીવ્રતનો પ્રારંભ થતા વહેલી સવારથી મંદિરોમાં પૂજન માટે ભીડ જામી હતી. સાંજે હરવા-ફરવા કુંવારીકાઓ ઉમટી પડતા બાગ-બગીચાઓ છલકાઇ ઉઠયાં હતા.

રવિવારથી ગૌરીવ્રતનાં પ્રારંભ સાથે વહેલી સવારથી શિવાલયોમાં પૂજન-અર્ચન માટે કુંવારીકાઓની ભીડ જામી હતી. મનગમતો ભરથાર મેળવવા કુંવારીકાઓએ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી જવારાઓનું પૂજન-અર્ચન કર્યુ હતું. ગૌરીવ્રતનાં પ્રારંભ સાથે ફૂલ અને ફળ બજારમાં તેજી આવી હતી. પાંચ દિવસ સુધી કુંવારીકાઓ ગૌરો સાથે શિવજી તથા માતા પાર્વતિનું પૂજન અર્ચન કરશે. પાંચ દિવસ સુધી ઉપવાસ કરી સુકોમેવો, ફળ અને મીઠા વગરની ફરાળી વાનગીઓ પરંપરાગત વ્રતમાં કુંવારીકાઓ આરોગશે. સાંજે કુંવારીકાઓ બાગ-બગીચામાં ઉમટી પડી હતી. ગૌરોને ધ્યાને લઇ ભરૂચ શહેરમાં મતારિયા તળાવ, દાદાભાઇ બાગ, જે.બી.મોદી બાગ, મોતીલાલ બાગમાં માત્ર કુંવારીકાઓ અને મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યાં હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા બાગ-બગીચા સહિત જાહેર સ્થળોએ મહિલા પોલીસ સહિત બંદોબસ્તમાં તૈનાત કરી દેવાઇ છે. ગૌરીવ્રતની સાથે હિંદુ સમાજના તહેવારોની શરૂઆત થઇ જતા ચાર મહિનાના ચાર્તુમાસ દરમિયાન વિવિધ ઉત્સવોની હારમાળા સર્જાશે. ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર, હાંસોટ, આમોદ, વાલિયા, નેત્રંગ, વાગરા તેમજ નર્મદા જિલ્લાનાં રાજપીપળા સહિત દેડિયાપાડા, તિલકવાડા, ગરૂડેશ્વર, સાગબારા, સેલંબા પંથકમાં પણ વ્રતધારી બાળાઓથી સવારે મંદિરો અને સાંજે બાગ-બગીચા સહિત જાહેર સ્થળો છલકાઇ ઉઠયાં હતા.

કુંવારીકાઓને સ્કૂલ ડ્રેસમાંથી મુક્તિ

ગૌરીવ્રતનીશરૂઆત સાથે સોમવારથી શાળાઓમાં કુંવારીકાઓને સ્કૂલ ડ્રેસમાંથી મુક્તિ અપાય છે. બાળાઓ શાળાએ પરંપરાગત વસ્ત્રો પરીધાન કરી જઇ શકશે. ગૌરીવ્રતનું પૂજન-અર્ચન કરવાને લઇ શાળાઓનો સમય પણ 10 થી 15 મિનિટનું પરીવર્તન કરાયું છે. સ્કૂલોમાં ગૌરોને લઇ મહેંદી સ્પર્ધા, કેશગૂંફન સ્પર્ધા, ગરબા સહિતનું આયોજન કરાયું છે.

ભરૂચ નર્મદા જિલ્લામાં ગૌરીવ્રતનો પ્રારંભ થતાં વહેલી સવારથી કુંવારીકાઓ મંદિરોમાં પૂજન માટે ભીડ જામી હતી.

સાંજ પડતાં બાગ-બગીચાઓ કુંવારીકાઓથી છલકાઇ ઉઠયાં હતા

ભરૂચ-નર્મદામાં વહેલી સવારથી કુંવારીકાઓ મંદિરમાં પૂજન માટે ઉમટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો