• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દારૂમાં કેસમાં ભરૂચના યુવા ભાજપ શહેર મંત્રીની તપાસ

દારૂમાં કેસમાં ભરૂચના યુવા ભાજપ શહેર મંત્રીની તપાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનાશહેર યુવા ભાજપ મંત્રીની નવસારી ખાતે ઝડપાયેલાં વિદેશી દારૂાના કેસમાં સંડોવણી બહાર આવતાં નવસારી પોલીસે ભરૂચમાં ધામાનાંખી વેજલપુર ઝંડા ચોક વિસ્તારમાં તેના ઘરે તપાસ આદરી હતી. તે હાજર નહીં હોઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નવસારી રૂરલ પોલીસ મથકની હદમાં ગત 25મી ફેબ્રુઆરીના રોજ આર.આર.સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતાં નવસારી એલસીબી પોલીસે આગળની તપાસ હાથ ધરતાં ઝડપાયેલાં ટેમ્પોના 8માં માલિક તરીકે ભરૂચના મનીષ નવિનચંદ્ર મિસ્ત્ીનું નામ બહાર આવ્યું હતું. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલાં ઝંડા ચોક અંબાજી માતાના મંદિર પાસે રહેતો તેમજ ભરૂચ શહેર યુવા ભાજપ મંત્રી મનિષ મિસ્ત્રીને ઝડપી પાડવા માટે નવસારી એલસીબી પોલીસની એક ટીમે ભરૂચમાં ધામા નાંખ્યાં હતાં. નવસારી એલસીબી તેમજ બી ડિવિઝન પોલીસની ટીમે સંયુક્ત રીતે તેના ઘરે તપાસ કરી હતી. જોકે તે ઘરે મળી આવતાં પોલીસનો ફેરો ફોક ગયો હતો. ઘટનાને પગલે પોલીસે તેના પરિવારજનોને તાકિદ કરી તેને પોલીસ મથકે હાજર કરવા માટે જણાવ્યું હતું. ભરૂચ બી ડિવિઝન પોલીસે પણ મનિષ મિસ્ત્રીને શોધવાની કવાયત હાથ ધરી છે.

આરઆરસેલએ ટેમ્પો ઝડપી પાડ્યો હતો

મનિષ તેના ઘરે મળ્યો

^નવસારી એલસીબી પોલીસની ટીમ ભરૂચ આવતાં તેમની સાથે ઝંડા ચોક વિસ્તારમાં રહેતાં મનિષ મિસ્ત્રીના ઘરે જડતી કરવામાં આવી હતી . પરંતુ તે મળી આવતાં ટીમ પરત રવાના થઇ ગઇ હતી. જોકે તેને શોધવાની કવાયત હાથ ધરવામાં અાવી છે. >ઝેડ. એન.ધાસુરા, ઇન્સ્પેક્ટર,બી ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...