તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયામાં ~100ની એક નોટની નીચેની બાજુ નંબર મિસિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ નવી 2000 અને 500 ની નોટનો રંગ, સાઇઝ, લખાણને લઇ સવાલો ઉઠયાં હતા જેની વચ્ચે ઝઘડિયાનાં એસબીઆઇનાં એટીએમમાંથી એક ખેડૂતે 2000 ઉપાડતા 100-100 ની 20 નોટ પૈકી એક સિરિઝની એક નોટનાં નીચેના ભાગે સિરિયલ નંબર પ્રિન્ટ થયેલો હોવાનો છબરડો બહાર આવ્યો છે.

નોટબંધી બાદ રિઝર્વ બેંકે ઉતાવળમાં છાપેલી 2000 અને 500 ની નવી નોટનાં કલર, સાઈઝ, વિવિધ ભાષામાં લખાણને લઇ અનેક સવાલો ઉઠયાં હતા. રૂ. 1000 અને 500 ની નોટો ચલણમાંથી રદ થવા સાથે તેની સામે લોકોને કેશ ઉપલબ્ધ કરાવવા રિઝર્વ બેંક નવી નોટો તેજગતિએ છાપી બેંકો સુધી પહોંચાડવાની દોડધામમાં વ્યસ્ત છે.

રૂ. 500 અને 1000 ની નોટ રદ થયા બાદ 2000 ની નોટ આવવા સાથે રૂ. 100 ની નોટની હાલ ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં તો હજી કેટલીય બેંકો સહિત લોકોનાં હાથમાં રૂ. 500 ની નવી નોટ આવી નથી. ઝઘડિયા ગામનાં મનોજ એમ.રાદેરીયા જેવો ખેતી કરી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવે છે. રવિવારે તેઓ ઝઘડિયાSBIના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા.એટીએમમાં કાર્ડ નાખી 2000 ઉપાડતા ખેડૂતને 100-100 ની કડકડતી 20 નોટ મળી હતી. રોકડાની હાલ ચાલી રહેલી ખેંચ વચ્ચે ATMમાંથી 100-100 ની 8પીકયુ જે સિરિઝની નોટો મેળવી તેઓ રાજી થયા હતા.તે પૈકી 8પીકયુ જે44076 નંબરની નોટની ઉપર જમણી તરફ નંબર પ્રિન્ટ થયેલો હતો.નીચેના ભાગે ડાબી તરફ નંબર છાપેલો હોય નોટને લઇ તેઓ વિમાસણમાં મૂકાયા હતા.નોટ છાપવામાં ભૂલ થઇ હશે કે નોટ નકલી હશે જેવા અનેક સવાલો તેઓનાં મનમાં ઉભા થયા હતા.

ખેડૂતે ATMમાંથી 100ની કડકડતી સિરિયલ નંબર પ્રમાણે 20 નોટો બહાર આવી

રિઝર્વ બેંકનો ઉતાવળમાં નોટો છાપવામાં બહાર આવેલો છબરડો

ઝઘડિ્યા એસબીઆઇ એટીએમમાંથી નીચેના ભાગે નંબર પ્રિન્ટ થયા વગરની ખેડૂતને મળેલી નોટ. તસવીર-મૂકેશશાહ

અન્ય સમાચારો પણ છે...