પેજ-1નું અનુસંધાન...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે કોંગી આગેવાનો અને કાર્યકરો કસક સર્કલ ખાતે એકત્ર થયાં હતાં. કોંગી કાર્યકરોને અટકાવવા માટે પોલીસે પટેલ સોસાયટીની આસપાસ મોરચો સંભાળી લીધો હતો. ભાજપ તથા પોલીસ વિરોધી સુત્રોચ્ચાર સાથે કાર્યકરોએ પટેલ સોસાયટી તરફ કુચ કરી હતી.

પોલીસે કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર્યકરો પોલીસનો ઘેરો તોડી ધારાસભ્યના નિવાસસ્થાન સુધી પહોંચવામાં સફળ રહયાં હતાં. કાર્યકરોએ ધારાસભ્યના નિવાસસ્થાનની બહાર ભારે સુત્રોચ્ચાર કર્યાં હતાં. પોલીસે 88 જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી. તમામ કાર્યકરોને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા બાદ મુકત કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્યના નિવાસસ્થાનને ઘેરાવાના કાર્યક્રમને અનુલક્ષી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં કાર્યકરો ધારાસભ્યના નિવાસ સ્થાન સુધી પહોંચી ગયાં હતાં.

આતંકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો મહિલા કાર્યકરોનો આરોપ

કસક સર્કલથી કોંગી કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે આઇડીબીઆઇ બેંકવાળા રસ્તે પટેલ સોસાયટી તરફ કુચ કરી હતી. કાર્યકરોએ પોલીસની ઘેરાબંધી તોડી ધારાસભ્યના નિવાસ તરફ દોટ મુકતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે પકડદાવ થયો હતો. પોલીસે ગેટ બંધ કરી દેતાં મહિલા કાર્યકરો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી. એક તબકકે કોંગી આગેવાનોએ તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર થતો હોવાનો આક્ષેપ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.

ભરૂચમાંઆજે...

જણાવ્યુંહતું કે, આવતીકાલે સોમવારે ઉઘડતો દિવસ હોવાથી લોકોને હાલાકી પડે તે માટે ભારત બંધના એલાનને અપાયેલું સમર્થન પાછું ખેંચવામાં આવ્યું છે. ભારત બંધના બદલે હવે જન આક્રોશ રેલી યોજવામાં આવશે. સવારે કોંગ્રેસના કાર્યકરો રેલવે સ્ટેશન સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે જાહેરસભાને સંબોધન કરવામાં આવશે અને ત્યાંથી રેલી સ્વરૂપે નીકળી કલેકટર કચેરી ખાતે પહોંચવામાં આવશે. નોટબંધીને કારણે લોકોને પડી રહેલી હાલાકી અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.

લિમોદરાગામના...

ગામનોજમાઇ જાવલો નામના શખ્સ સાથે રાત્રીના સમયે નદીમાં મચ્છીમારી કરવા માટે ગયો હતો. જોકે સવારના સમયે તે પરત નહીં આવતાં પરિવારજનોએ તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. તેમણે રણજીત ઉર્ફે ટીનો તેમજ રતિલાલ બાલુ વસાવાને ત્યાં પુછપરછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે તે તેમની સાથે આવ્યા હતા. દરમિયાન ગામની સીમમાં એક કુવામાંથી તેમનો મૃતદેહ મળી આવતાં ઝઘડિયા પોલીસે મૃતદેહનું તબીબોની પેનલ થકી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તેનું મોત છાતીની પાંસળીઓ તુટી જવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.

મજૂરીના રૂપિયા રતિલાલ માધુ વસાવા જાતે વાપરી જતો હોઇ તેમજ રતિલાલની પત્ની શાંતાને રણજીત ઉર્ફે ટીનો તેમજ રતિલાલ બાલુ વસાવા સાથે તેનો પતિ મચ્છીમારી કરવા જાય તે પસંદ હોઇ તેણે તેમને પોતાના પતિને સાથે લઇ જવાની ના પાડી હતી. શાંતાના કહેવાથી તેના પુત્ર અલ્પેશે પણ રણજીતના ત્યાં જઇને તેના પતિને તેઅો સાથે લઇ જાય તે માટે જણાવતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેની રીસ રાખી તેમણે રતિલાલને માર મારી હત્યા કરી હોવાની કેફિયત રજૂ કરી રણજીત ઉર્ફે ટીનો તેમજ રતિલાલે તેની હત્યા કરી હોવાની આશંકાએ પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે તેમની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વચ્છભરૂચ અંતર્ગત...

રવિવારેમેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી ભરૂચના ધારાસભ્યના દુષ્યંત પટેલના હસ્તે મેરાથોન દોડને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવી હતી. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલી દોડમાં 2000થી વધુ સ્પર્ધકો જોડાયા હતાં. વિદ્યાર્થીઓ યુવાઓ સહિત વૃદ્ધોએ પણ મેરાથોનમાં યુવાધન જેવી ચુસ્તિ દર્શાવી હતી. લોકોમાં મેરાથોનમાં ભોર જોશ જોવા મળ્યો હતો. નગરપાલિકાના સફાઇકામદારોએ પણ મેરાથોન સ્પર્ધાને લઇને ખાસ બેનરો સાથે લોકમાં સ્વચ્છતાં અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. મેરાથોન દોડ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઇ શ્રવણ ચોકડી સુધી પહોંચી ત્યાંથી પરત નિલકંઠ ઉપવન ખાતે પુર્ણ થઇ હતી. વિવિધ વય મર્યાદાઓમાં યોજાયેલી સ્પર્ધામાં દરેક વયમર્યાદામાં વિજયી રહેલાં સ્પર્ધકોને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ભરૂચનાંઘરડા ઘરનાં...

જેનાલીધે નાના-મોટા ગૃહઉદ્યોગો અને પ્રણાલિગત ચાલતા કુટીર ઉદ્યોગો બંધ થવાના આરે છે. કેટલાક ઉદ્યોગો બંધ થઇ ગયા છે. આવા ઉદ્યોગોને વેગ મળે તે આશયથી ઘરઆંગણે ઉત્પાદીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનો અભિગમ સંસ્થાએ અપનાવી વડિલોને પણ તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો. શિયાળાની શરૂઆતમાં વડિલોને દૈનિક જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે બિસ્કીટ, શેમ્પુ, સાબુ, પાવડર, પેઇન રિલીફ બામ સહિતની વસ્તુઓનું સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

બેંકોમાંફ્રેન્કિંગની...

હૂંડીપેપર્સ , બ્રોકર્સ લોન સ્ટેમ્પ, ફોરેન બિલ સ્ટેમ્પ, શેર ટ્રાન્સફર સ્ટેમ્પ, ઈન્સ્યુરન્સ સ્ટેમ્પ, એગ્રીમેન્ટ સ્ટેમ્પ, રેવન્યુ સ્ટેમ્પ, નોન જયુડિશયલ સ્ટેમ્પ વગેરે જુદા જુદા સ્ટેમ્પની જરૂરિયાત અર્થે નાગરિકો જે તે દસ્તાવેજ બનાવ્યા બાદ તેટલી રકમનું ફ્રેન્કિંગ નજીકની બેન્કમાં કરાવી લે છે. અત્યારે બેન્કે કામગીરી બંધ કરતાં નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. એટલું નહીં નોટરીનો બિઝનેસ પણ અત્યારે અર્ધાથી વધુ ઘટ્યો છે. છેલ્લા 17 દિવસથી નોટરીનું કામકાજ લગભગ ઠપ જેવું છે. જો ફ્રેન્કિંગ કે સ્ટેમ્પનું વેચાણ થાય તો લોકો નોટરી કરાવવા આવે પરંતુ નોટબંધીને કારણે બંનેની કામગીરીને ફટકો પડ્યો છે.

રવિવારેતમામ એટીએમ...

એસબીઆઇનાંએટીએમ કેશ હોવાથી કાર્યરત હતા. રવિવારે તેમાં પણ કેશ ખાલી થઇ જતા બન્ને જિલ્લાનાં તમામ 600 થી વધુ એટીએમ કેશલેસ થઇ ગયા હતા.

રવિવારે શહેર અને જિલ્લાનાં એટીએમ પણ રોકડાનાં અભાવે બંધ હોવાથી એટીએમ પર કેશ ઉપાડવા આવતા લોકોને લાચારીવશ ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો હતો. લગ્નની મૌસમ, રજા વચ્ચે લોકો પાસે રોકડા નહિ હોવાથી સ્થિતિ વધુ કથળી હતી. રોકડાનાં અભાવે રવિવારે શહેરના ખાણીપીણી બજારમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.

રાજપીપળાનારીકશાચાલકને...

શ્રીમોરારજી દેસાઈ રોડ ખાતે યોજાયેલા એક સારંભમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે દત્તૂભાઈ ભાણાભાઈ પટેલને નૈતિકતા -પ્રમાણિકતા બદલ સંસ્થાના પ્રમુખ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ અને પદ્મશ્રી કનુભાઈ હસમુખભાઈ ટેલર ના હસ્તે સિલ્વર મેડલ ,૨૫૦૦ રૂપિયા રોકડા,અને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...