તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • દારૂ સાથે ઝડપાયેલાં સમનીના બુટલેગરના 1 દિવસના રિમાન્ડ

દારૂ સાથે ઝડપાયેલાં સમનીના બુટલેગરના 1 દિવસના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચડિવિઝન પોલીસે સ્ટેશન સર્કલ પાસેથી ઝડપી પાડેલાં સમની ગામના બુટલેગર પાસેથી 14 હજારનો વિદેશીદારૂનો જથ્થો મળતાં તેની ધરપકડ કરી તેના રિમાન્ડની કવાયત હાથ ધરી હતી. કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકામાં આવેલાં સમની ગામના બુટલેગર ભરત ઉર્ફે યોગેશ શનુ મિસ્ત્રી તેની ઇકો કારમાં વિદેશીદારૂની ખેપ મારતાં ભરૂચ શહેરના સ્ટેશન સર્કલ પાસેથી ડિવિઝન પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી વિદેશી દારૂનો કુલ 14 હજાર રૂપિયાનો જથ્થોો સહિત ઇકો કાર તેમજ એક મોબાઇલ તથા રોકડા રૂપિયા 700 મળી કુલ 2.67 લાખની મત્તાનો સામાન પોલીસે જપ્ત કર્યો હતો. તે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો. તેની વિગતો મેળવવા તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરતાં કોર્ટે તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

દરમિયાન તેણે કેફિયત રજૂ કરી હતી કે તે પોતાની ઇકો કાર લઇને વડોદરાથી પરત આવી રહ્યો હતો. તે વેળાં પોર પાસે એક શખ્સ તેની કારમાં મુસાફર તરીકે બેઠો હતો. તેની પાસે થેલાં વધારે હોઇ થેલામાં શું છે પુછતાં તેણે જણાવ્યું હતું કે થેલામાં દારૂનો જથ્થો છે. તે વેચવાનો છે જેથી ભરતે તેની પાસેથી દારૂનો જથ્થો ખરીદી તેને વેચવા માટે લઇ આવ્યો હતો.

કારમાંથી 14 હજારની મત્તાનો વિદેશી દારૂ મળ્યો હતો

પોર પાસેથી કારમાં બેસેલાં શખ્સે દારૂ આપ્યાની કેફિયત

અન્ય સમાચારો પણ છે...