તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ શહેરમાં પોલીસની ઘેરાબંધી તોડી કોંગ્રેસે ધારાસભ્યના નિવાસને ઘેરાવો કર્યો

ભરૂચ શહેરમાં પોલીસની ઘેરાબંધી તોડી કોંગ્રેસે ધારાસભ્યના નિવાસને ઘેરાવો કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંનોટબંધીથી લોકોને પડી રહેલી હાલાકીના વિરોધમાં રવિવારે કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્યના નિવાસ સ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલાં 88 કરતાં વધારે કોગી કાર્યકરોની અટકાયત કરી તેમને સી ડિવિઝન પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી.

કેન્દ્ર સરકારે ચલણમાંથી 500 તથા 1000 રૂપિયાના દરની ચલણી નોટો રદ કરી દેતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કોંગ્રેસે શુક્રવારે એસટી બસ તથા ટ્રેન રોકોનો કાર્યક્રમ આપ્યો હતો. આજે રવિવારે ધારાસભ્યના નિવાસના ઘેરાવ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે સવારથી ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા અરૂણસિંહ રણાના નિવાસસ્થાનની બહાર ચુસ્ત

...અનુસંધાન પાના નં.2

પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બપોરે 12 કલાકે કોંગી આગેવાનો અને કાર્યકરો કસક સર્કલ ખાતે એકત્ર થયાં હતાં. કોંગી કાર્યકરોને અટકાવવા માટે પોલીસે પટેલ સોસાયટીની આસપાસ મોરચો સંભાળી લીધો હતો. ભાજપ તથા પોલીસ વિરોધી સુત્રોચ્ચાર સાથે કાર્યકરોએ પટેલ સોસાયટી તરફ કુચ કરી હતી.

પોલીસે કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાર્યકરો પોલીસનો ઘેરો તોડી ધારાસભ્યના નિવાસસ્થાન સુધી પહોંચવામાં સફળ રહયાં હતાં. કાર્યકરોએ ધારાસભ્યના નિવાસસ્થાનની બહાર ભારે સુત્રોચ્ચાર કર્યાં હતાં. પોલીસે 88 જેટલાં કાર્યકરોની અટકાયત કરી હતી. તમામ કાર્યકરોને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયા બાદ મુકત કરવામાં આવ્યાં હતાં. ધારાસભ્યના નિવાસસ્થાનને ઘેરાવાના કાર્યક્રમને અનુલક્ષી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવા છતાં કાર્યકરો ધારાસભ્યના નિવાસ સ્થાન સુધી પહોંચી ગયાં હતાં.

આતંકવાદી જેવો વ્યવહાર થયો હોવાનો મહિલા કાર્યકરોનો આરોપ

કસક સર્કલથી કોંગી કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે આઇડીબીઆઇ બેંકવાળા રસ્તે પટેલ સોસાયટી તરફ કુચ કરી હતી. કાર્યકરોએ પોલીસની ઘેરાબંધી તોડી ધારાસભ્યના નિવાસ તરફ દોટ મુકતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે પકડદાવ થયો હતો. પોલીસે ગેટ બંધ કરી દેતાં મહિલા કાર્યકરો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ચકમક જરી હતી. એક તબકકે કોંગી આગેવાનોએ તેમની સાથે આતંકવાદી જેવો વ્યવહાર થતો હોવાનો આક્ષેપ કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે સમજાવટથી મામલો થાળે પડી ગયો હતો.

વાગરા ધારાસભ્યનાં ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો

{ કોંગ્રેસનાં 88 કાર્યકરોની અટકાયત કરી સી ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જવાયાં

{ પટેલ સોસાયટીમાં ધારાસભ્ય દુષ્યંત પટેલના ઘરની બહાર સુત્રોચ્ચાર કર્યા

કોંગ્રેસે હવાતિયા મારવાનું શરૂ કર્યું છે

^આખોદેશ નરેન્દ મોદીની સાથે છે. હવે કોંગ્રેસને કંઇ સમજ પડતી હોવાથી ધતિંગ અને હવાતિયા મારવાનું કામ શરૂ કર્યું છે. પ્રજા કોંગ્રેસના લોકોને ખુબ સારી રીતે ઓળખે છે. > દુષ્યંતપટેલ, ધારાસભ્ય,ભરૂચ

ભાજપના નેતા લોકોને સાચી માહિતી આપી

^સરકારે500 અને 1000ના દરની નોટો રદ કરી દેતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભાજપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે સાચી માહિતી આપે તે માટે ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે. ભાજપ કોંગ્રેસથી ડરે છે એટલે પોલીસને આગળ કરે છે. > રાજેન્દ્રસિંહરણા, પ્રમુખ,ભરૂચ જિલ્લા કોંગ્રેસ

ભરૂચ ધારાસભ્યનાં ઘરની બહાર કોંગ્રેસનાં કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા

ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ ધારાસભ્યના નિવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...