તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • બેંકોમાં ફ્રેન્કિંગની કામગીરી ઠપ થતા નોટરીનો વ્યવસાય પણ પ્રભાવિત

બેંકોમાં ફ્રેન્કિંગની કામગીરી ઠપ થતા નોટરીનો વ્યવસાય પણ પ્રભાવિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં નોટબંધી વચ્ચે તમામ બેંકો નોટો જમા કરવાની અને એકસચેન્જની એક કામગીરીમાં વ્યસ્ત હોવાથી તેની સીધી અસર ફ્રેન્કિંગ સુવિધા પર પડી છે. શહેરની મોટા ભાગની બેન્કે હાલમાં ફ્રેન્કિંગ કરી આપવાની સુવિધા કામચલાઉ બંધ કરી દેતાં નોટરી કે અન્ય કોઈ દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવવા ઈચ્છતા નાગરિકો સ્ટેમ્પ પેપર મેળવવા ભાગદોડ કરી રહ્યા છે.

નોટબંધીને પગલે બેન્કનું કામકાજનું ભારણ વધ્યું છે. નોટનાં એકસચેન્જ અને ડિપોઝિટમાં સમગ્ર સ્ટાફ રોકાયેલો હોઈ ભરૂચ શહેર તેમજ જિલ્લાની મોટાભાગની બેંકમાં 9 નવેમ્બરથી સ્ટેમ્પ ડ્યૂટી, સોગંદનામુ સહિતનાં અર્થે થતું ફ્રેન્કિંગ બંધ હોવાથી સ્ટેમ્પ પેપર પર નાના મોટા દસ્તાવેજી કામો કરવા ઈચ્છતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ફરજિયાત સ્ટેમ્પ પેપર લેવા કોર્ટ કે વેન્ડર સુધી જવું પડે છે.

...અનુસંધાન પાના નં.2

હૂંડી પેપર્સ , બ્રોકર્સ લોન સ્ટેમ્પ, ફોરેન બિલ સ્ટેમ્પ, શેર ટ્રાન્સફર સ્ટેમ્પ, ઈન્સ્યુરન્સ સ્ટેમ્પ, એગ્રીમેન્ટ સ્ટેમ્પ, રેવન્યુ સ્ટેમ્પ, નોન જયુડિશયલ સ્ટેમ્પ વગેરે જુદા જુદા સ્ટેમ્પની જરૂરિયાત અર્થે નાગરિકો જે તે દસ્તાવેજ બનાવ્યા બાદ તેટલી રકમનું ફ્રેન્કિંગ નજીકની બેન્કમાં કરાવી લે છે. અત્યારે બેન્કે કામગીરી બંધ કરતાં નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે. એટલું નહીં નોટરીનો બિઝનેસ પણ અત્યારે અર્ધાથી વધુ ઘટ્યો છે. છેલ્લા 17 દિવસથી નોટરીનું કામકાજ લગભગ ઠપ જેવું છે. જો ફ્રેન્કિંગ કે સ્ટેમ્પનું વેચાણ થાય તો લોકો નોટરી કરાવવા આવે પરંતુ નોટબંધીને કારણે બંનેની કામગીરીને ફટકો પડ્યો છે.

સ્ટાફ નોટો બદલવામાં અને ડીપોઝીટ કરવામાં વ્યસ્ત

જિલ્લાની તમામ બેંકો ફકત નોટબંધીની કામગીરીમાં વ્યસ્ત

અન્ય સમાચારો પણ છે...