• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • બોરભાઠા બેટમાં ઉપ સરપંચની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવા માંગ

બોરભાઠા બેટમાં ઉપ-સરપંચની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં ટેકેદારની બોગસ સહીનો વિવાદ ચાલી રહયો છે. સોમવારે ધર્મેશ પટેલે તેમના ટેકેદારો સાથે આવેદનપત્ર આપી પ્રફુલ પટેલની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી. મંગળવારે લોકોએ ધર્મેશ પટેલ વિરૂધ્ધ રજૂઆત કરી ડેપ્યુટી સરપંચની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજવા માંગણી કરી છે.

ગ્રામ પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચના ઉમેદવાર પ્રફુલ પટેલ સહિતના લોકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, 23મીએ પંચાયતમાં ઉપ સરપંચની ચૂંટણી નકકી કરાઈ હતી. નિરિક્ષક તરીકે ડેપ્યુટી ટીડીઓ હાજર રહયાં હતાં. ઉપ સરપંચ માટે પ્રફુલ પટેલે ઉમેદવારી કરી હતી અને તેમના ટેકેદાર રીનાબેન પટેલ હતાં. પ્રફુલ પટેલની સામેના ઉમેદવાર ધર્મેશ પટેલ પાસે સભ્ય સંખ્યા ન હોવાથી તેઓ હારી જાય તેમ છે. ધર્મેશ પટેલ અને તેમના ટેકેદાર પૂનમ પટેલે બહારથી માણસો બોલાવી ચૂંટણી થવા દીધી નથી. બંને ઇસમો કાયદો હાથમાં લઇ રહયાં છે. ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિષ્પક્ષ માહોલમાં થાય તેવી માંગણી લોકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...