• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • થામ ગામે ઝાડમાં ભટકાતાં ટેમ્પોમાં સવાર વૃદ્ધનું મોત

થામ ગામે ઝાડમાં ભટકાતાં ટેમ્પોમાં સવાર વૃદ્ધનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | સુરતના કાનીજોર ગામે રહેતાં ઇશ્વર નાથુ હળપતી તેમજ તેમની પત્ની લલીતા એક ટેમ્પોમાં બેસીને જંબુસર રોડ પરથી પસાર થઇ રહ્યાં હતાં. સવારે પોણા છ કલાકના અરસામાં ટેમ્પોના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં થામના પાટિયા પાસે ઝાડમાં ધડાકાભેર ભટકાઇ હતી. અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલાં 60 વર્ષના વૃદ્ધનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે ઇશ્વર હળપતી તેમજ તેમની પત્ની લલીતાને ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ પર જ મુકી નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...