• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પીએમના પ્રાથમિક અહેવાલમાં પત્ની પર કૃરતાપૂર્વક સાત ઘા ઝીંક્યાં હોવાનું બહાર આવ્યું

પીએમના પ્રાથમિક અહેવાલમાં પત્ની પર કૃરતાપૂર્વક સાત ઘા ઝીંક્યાં હોવાનું બહાર આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના ત્રિપલ હત્યાકાંડ પ્રકરણમાં પોલીસે ત્રણેય મૃતકોનું તબીબોની પેનલથી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલમાં બન્ને સંતાનોને ગળાના ભાગે એક - એક ઘા કર્યાં હોવાનું તેમજ પત્નીને 7 જીવલેણ ઘા ઝીંક્યાં હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આવી પહોંચેલાં મૃતકના પરિવારજનો શોકમાં ઉતરી ગયાં હતાં.

પત્ની બે સંતાનોને જગદીશે નિર્દયતાથી હત્યા કરી જાતે પણ ચપ્પુથી ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વંદના તેમજ બે સંતાનો વેદાંત અને રૂપાલીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ...અનુસંધાન પાના નં.2

ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતાં. રાત્રીના ત્રણેક કલાકના અરસામાં પરિવારજનો ભરૂચ ખાતે આવી પહોંચ્યાં હતાં. જોકે સવારે સિવિલના તબીબોની પેનલ જેમાં ડો. આર. જે. દિવાકર તેમજ ડો. સુરેશ નંદને પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક તબક્કે બન્ને સંતાનોને ગળાના ભાગે ઘા ઝીંક્યાં હોવાનું જણાયું હતું. જ્યારે પત્ની વંદનાને કુલ 7 ઘા થયાં હતાં. જેમાં તેના ગળાના ભાગે આગળ તેમજ પાછળના ભાગે ઘા થયાં હતાં. ડાબા કાન પર, ડાબા ગાલ પર, ડાબા હાથે બાજુના ભાગે, ડાબા ખભાના ભાગે તેમજ જમણા હાથે કલાઇથી ઉપરના ભાગે તેને ઘા થયાં હતાં. ત્રણેયના મોત ગળાની મુખ્ય નળીઓ કપાઇ જવાને કારણે લોહી નિકળી જતાં થયું હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...