• Gujarati News
  • ભેંસલી ગામ પાસે રાહદારીને કારચાલકે અડફેટે લેતા મોત

ભેંસલી ગામ પાસે રાહદારીને કારચાલકે અડફેટે લેતા મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાગતાલુકામાં આવેલાં ભેંસલી ગામના પેટ્રોલપંપ નજીક રસ્તો ઓળંગી રહેલાં એક રાહદારીને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલા કારચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેનેઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અકસ્માતના બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં ભેંસલી ગામે રહેતો મનીષ રણજીત ભુરિયા તેને કોઇ કામ હોઇ તે રાત્રીના 11 કલાકના અરસામાં ભેંસલી ગામ પાસે અાવેલાં એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી ચાલતાં પસાર થઇ રહ્યો હતો. તે વેળાં એક કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારી લાવી તેને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ગામમાં વાત પ્રસરી જતાં ગામ લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટના અંગે 108ને જાણ કરવામાં આવતાં તેને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના દોઢ કલાકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જયા બાદ ફરાર થઇ ગયેલાં કારચાલકને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગચિમાન કરવામાં આવ્યા છે.