• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વાગરામાં નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીનો સ્લેબ કડડભૂસ

વાગરામાં નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીનો સ્લેબ કડડભૂસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરામામલતદાર ઓફિસની બાજુમાં આવેલી નાયબ કાર્યપાલક ઈજનેરની વર્ષો જૂની જર્જરિત મકાનો આવેલા છે. નાયબ કાર્યપાલક ઈજનેરની ઓફિસો ભરૂચ ખાતે જતી રહેતા મકાનોની મરામત નહીં થતા સ્લેબ સળિયા સાથે ધડાકાભેર તૂટી જતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

તાલુકાના ગામોમાંથી મામલતદાર ઓફિસમાં સરકારી કામકાજ માટે કે રજૂઆતો માટે આવતા ગ્રામજનો મકાનના સેડ નીચે વાહનો મુકી થોડીવાર આરામ કરવા બેસતા હોય છે. મકાનોના ભાગ ગમે ત્યારે પડી શકે એમ હોય માટે મામલતદાર ઓફિસ અને નાયબ કાર્યપાલક ઈજનેરના ભંગાર તકલાદી મકાનોનીની વચ્ચે કાથી જેવી દોરી બાંધી તેની સાથે લાલ કલરનું કપડું અને દોરી બાંધીને અધિકારીઓ જતા રહ્યા છે.

નાયબ ઇજનેરની કચેરીનો તૂટી પડેલો સ્લેબ જણાય છે. / તસવીરસલીમ પટેલ

અન્ય સમાચારો પણ છે...