• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં તુવેર મગની ખરીદી માટે લક્ષ્યાંકમાં વધારો કરવા રજૂઆત

ભરૂચમાં તુવેર-મગની ખરીદી માટે લક્ષ્યાંકમાં વધારો કરવા રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં નાફેડ દ્વારા શરૂ કરવામાં આવેલાં ખરીદ સેન્ટર ખાતે તુવેર અને મગની ખરીદીની સમય મર્યાદા અને લક્ષ્યાંક વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. તુવેરની સીઝનમાં હાલમાં શરૂ થઇ હોવાથી ખેડૂતો પાસે હજી 60 હજાર કવિન્ટલ પાક ઉપલબ્ધ છે.

વટારીયા સુગરના ચેરમેન સંદિપ માંગરોલાએ કરેલી રજૂઆતમાં જણાવ્યાં અનુસાર સરકારે ખરીફ સીઝન માટે નાફેડ વતી ગુજકોટ અને એફસીઆઇના માધ્યમથી જંબુસર, વાગરા, અામોદ, ભરૂચ, વાલીયા અને નેત્રંગ તાલુકાઓમાં ખરીદ વેચાણ કેન્દ્રો શરૂ કર્યાં છે. સેન્ટરો પર અત્યાર સુધીમાં અંદાજીત 36 હજાર કવિન્ટલ તુવેરની ખરીદી કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં સીમાંત ખેડૂતોની સંખ્યા વધારે હોવાથી હજી સુધી 25 ટકા તુવેરનો પાક સેન્ટરો સુધી પહોંચ્યો છે. હાલ બારદાનના અભાવ તથા વહીવટી સમસ્યાને કારણે હાલ ખરીદી બંધ કરાઇ છે.

હજી ખેડૂતોના ઘરોમાં તુવેરનો પાક પડેલો છે અને પહેલી એપ્રિલ સુધીની સમયમર્યાદામાં તુવેરની ખરીદી પૂર્ણ થઇ શકે તેમ નથી.

...અનુસંધાન પાના નં.2

ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદમાં 60,000 કવિન્ટલ તુવેરનો જથ્થો વેચાણ કરવાનો બાકી છે. ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ મળી રહે તે માટે સેન્ટરોની સંખ્યા, ખરીદીનો લક્ષ્યાંક અને સમય મર્યાદા વધારવા રજૂઆત કરવામાં આવી છે. સંદિપ માંગરોલાએ બાબતે રાજયના કૃષિ મંત્રી, સહકાર મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે.

સેન્ટરો પર માત્ર 25% ખરીદી, 75% પાકની ખરીદી બાકી

ખેડૂતો પાસે હજી 60 હજાર કવિન્ટલ તુવેરનો જથ્થો હયાત

અન્ય સમાચારો પણ છે...