• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ઝઘડીયામાં ગેરકાયદે પુલિયા અંગે સાંસદ મનસુખ વસાવાની રજૂઆત

ઝઘડીયામાં ગેરકાયદે પુલિયા અંગે સાંસદ મનસુખ વસાવાની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયાતાલુકામાં નર્મદા નદીમાં ગેરકાયદે પુલિયા બનાવી થતાં રેતીખનનને અટકાવવા માટે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી છે. તેમણે ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તરસાલી,ટોઠીદરા,ઓર પટાર સહિતના ગામની નર્મદા નદીમાં ગેરકાયદેસર પુલીયા બનાવી બેફામ રેતી ઉલેચવામાં આવે છે. બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. ભરૂચ જીલ્લાની સંકલનની મિટીંગ આવનાર દિવસોમાં મળનાર છે ત્યારે સાંસદ મનસુખ વસાવા બાબતે રજૂઆત કરશે.રેતી માફીયાઓ નદીમાં ગેરકાયદે પુલીયા બનાવી તેના પરથી રેતી ભરીને રેતીની ટ્રકો પસાર કરે છે છતા તંત્રની આંખ ઉઘડતી નથી.

રેતી ભરેલી ટ્રકો અોવરલોડ પસાર થઇ રહી હોવાથી રસ્તાઓને નુકશાન થઇ રહયું છે.તાડપત્રી વગર રેતીની ટ્રકો ચાલે છે જેના કારણે અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો અગાઉ ટોઠીદરા ગામના 6 થી સાત બાળકો નર્મદા નદીમાં ડુબી ગયા હતાં.જેનુ મુખ્ય કારણ કે નર્મદામાં ગેરકાયદેસર થતું રેતીખનન છે.પુલિયાઓને કારણે નદીનો પ્રવાહ અવરોધાતો હોવાથી મુલદ, ગોવાલી, ઉચેડીયા, રાણીપુરા,અવિધા સહિતના ગામોમાં ખારપાટની સમસ્યા ઉભી થઇ છે. બોરમાંથી સિંચાઇના પાણી ખારા આવી રહયાં છે.

ફરિયાદ નિવારણ-સંકલન સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવશે : અકસ્માતની ભીતિ

રેતી માફીયાઓ દ્વારા બેફામ રેતી ખનન કરાય છે છતાં તંત્રનું ભેદી મૌન

અન્ય સમાચારો પણ છે...