• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચના બુટલેગરના ઘરમાંથી પોલીસે વિદેશીદારૂ ઝડપી પાડ્યો

ભરૂચના બુટલેગરના ઘરમાંથી પોલીસે વિદેશીદારૂ ઝડપી પાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરની ગણેશકુંજ સોસાયટીમાં રહેતાં કુખ્યાત બુટલેગર અતુલ મિસ્ત્રીના ઘરેથી વધુ એક વાર વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે અતુલ મિસ્ત્રી તેના ઘરે હાજર નહી હોવાને કારણે પોલીસે તેની સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી તેના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, શહેરના દહેજ રોડ ઉપર આવેલી ગણેશકુંજ સોસાયટી ખાતે રહેતો અતુલ મગન મિસ્ત્રી તેના ઘરે વિદેશીદારૂનો વેપલો કરે છે.

...અનુસંધાન પાના નં.2

જેના આધારે એએસઆઇ જેસિંગ રામજી તેમજ અન્ય સ્ટાફ તુરંત તેના ઘરે ધસી ગયાં હતાં. દરમિયાન અતુલ મિસ્ત્રી જે લિસ્ટેડ બુટલેગર હોવાને કારણે તે પોલીસકર્મીઓને જોઇને ત્યાંથી નાસી છુટ્યો હતો. પોલીસે તેના ઘરની તપાસ કરતાં તેના ઘરમાં છત પર જવાના સીડીના દાદરના ભાગે એક પ્લાસ્ટિકની થેલીમાં વિદેશીદારૂની બોટલો તેમજ બિયરના ટીન સંતાડેલાં મળી આવ્યાં હતાં. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી અતુલ મિસ્ત્રી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી ફરાર થઇ ગયેલાં અતુલના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

લિસ્ટેડ બુટલેગર પોલીસને જોઇને નાસી છુટ્યો

અન્ય સમાચારો પણ છે...