તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • વાગરા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને મામલતદારે નોટીસ ફટકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાગરા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને મામલતદારે નોટીસ ફટકારી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાગરામાંએસટી ડેપોથી દાળ મિલ સુધીના જવાના રસ્તા પર આવેલી કાંસની સફાઇમાં બેદરકારી બદલ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને મામલતદારે નોટીસ ફટકારી છે. સફાઇના અભાવે રોગચાળો ફાટી નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે તેમ નોટીસમાં જણાવાયું છે.

ભરૂચ જિલ્લાના તાલુકા મથક વાગરામાં એસટી ડેપોથી દાળ મિલ સુધીના રસ્તા પર આવેલી કાંસ તથા ગટરો ઉભરાઇ જવાને કારણે ગંદા પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. ગંદા પાણી રસ્તા પર આવી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. લોકોની વાચાને દિવ્યભાસ્કરમાં રજૂ કરાતાં સફાળા જાગેલાં ગ્રામ પંચાયત સત્તાધીશોએ સફાઇની કામગીરી શરૂ કરાવી હતી પરંતુ તેને અધુરી છોડી દેવામાં આવી હતી.

ભરૂચના એસડીએમ અમિતપ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને મળેલી વાગરા તાલુકા સંકલન સમિતિની બેઠકમાં સફાઇનો મુદ્દો ઉછળ્યો હતો અને અધિકારીઓએ તલાટી અને સરપંચને શકય તમામ પગલાં ભરવા સુચના આપી હતી. ઉચ્ચ અધિકારીઓની સુચના છતાં પગલાં નહિ ભરવામાં આવતાં ગંદકીનું સામ્રાજય યથાવત રહયું છે. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી પણ શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. સફાઇમાં બેદરકારી બદલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને મામલતદારે નોટીસ આપી છે. નોટીસમાં ગામમાં રોગચાળો ફાટી નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે તેમ પણ જણાવાયું છે.

વાગરામાં સફાઇમાં બેદરકારી બદલ મામલતદારે ગ્રામ પંચાયતને નોટીસ આપી છે. તસવીર-સલીમપટેલ

કયાં પગલાં ભરવા તાકીદ કરાઇ

{કાંસ તથા ગટરોની નિયમિત સફાઇ કરવી

{ જંતુનાશક દવાનો છંટકાવ કરવો

{ ગટરના ગંદા પાણી રસ્તા પર આવી જાય તે જોવું

એસડીએમના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સફાઇનો મુદ્દો ઉછળ્યો

એસટી ડેપોથી દાળ મિલ સુધીના વિસ્તારમાં સફાઇનો અભાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો