તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • પ્રાઇમસ ફાટતાં દાઝેલી મહિલાનું સારવાર વેળાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઇમસ ફાટતાં દાઝેલી મહિલાનું સારવાર વેળાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંગરોલનામહૂએજ ગામે રસોઇ બનાવતી વેળાં પ્રાઇમસ ફાટતાં એક મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી. પરિવારજનો તેમજ આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. મહિલાને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, માંગરોલ તાલુકામાં આવેલાં મહૂએજ ગામે નવાપરા ફળિયામાં રહેતી દેવીબેન અરવિંદ વસાવા ગત 12મી જૂલાઇના રોજ પોતાના ઘરે રાત્રીના સમયે રસોઇ બનાવી રહી હતી. તે વેળાં અચાનક પ્રાઇમસ ફાટતાં તેના પહેરેલાં કપડાને ઝાર લાગી જતાં તે આગની ચપેટમાં આવી ગઇ હતી. આગની લપેટોમાં સપડાયેલી દેવીબેને બુમરાણ મચાવતા તેની બુમરાણ સાંભળીને તેના પરિવારજનો તેમજ આસપાસના રહિશો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યાં હતાં.

લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. જોકે આગની જ્વાળાઓની અસરના કારણે તે ગંભીર રીતે દાઝી ગઇ હોવાનું જણાયું હતું.પરિવારજનોએ તેને તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેની એક સપ્તાહ સુધી સારવાર ચાલી હતી. જોકે આખરે દેવીબેનના પ્રાણ પંખેરૂ ઉડી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો