Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે કોંગી યુવાઓે સફાઇ અભિયાન હાથ ધર્યું
ભરૂચનાપોલીસ કર્મીઓ દ્વારા પ્રજાના હિતમાં પોતાના પરિવારને સમય નહીં ફાળવી ફરજ બજાવતાં હોઇ તેમની કામગીરીનું તેમજ પ્રજા માટે તેમના બલિદાનનું ઋણ અદા કરવાના આશય સાથે ભરૂચ હેડક્વાર્ટસ ખાતે કોંગી આગેવાનો તેમજ સ્થાનિક યુવાઓએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હેમંત કોઠીવાલા તેમજ કોંગ્રેસના અન્ય આગેવાનો પરેશ મેવાડા, વિક્કી શોખી, કિરણ પરમાર, યુસુફ બાનુ, તેજસ પટેલ તેમજ કિરણ ચૌહાણ સહિત સ્થાનિક યુવાનોએ પ્રજા માટે ખડેપગે રહેતી પોલીસ માટે કઇંક કરવાની ભાવના સાથે આજે સોમવારે ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે સફાઇ અભિયાનનો કાર્યક્રમ યોજ્યો હતો. લોકોની સુરક્ષા માટે પરિવારને પુર્ણ સમય નહીં આપી શકનારા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનોના બલિદાનનુ ઋણ ચુકવવાના આશય સાથે યુવા કોંગ્રેસના આગેવાનો તેમજ સ્થાનિક યુવાનોએ ભરૂચ હેડ ક્વોર્ટસ ખાતે સફાઇ અભિયાન શરૂ કર્યું હતું. ઉપરાંત હેડ ક્વોર્ટસની આસપાસ ભરાઇ રહેતાં પાણીના ખાડામાં પાવડર છંટકાવ સહિતની કામગીરી કરી હતી.
યુવાનોની કામગીરીમાં હેડક્વાટર્સ ખાતે તાલીમ લઇ રહેલી યુવતીઓએ પણ સફાઇ અભિયાનમાં જોડાઇ હતી. કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાઇ રહે તેમજ પોલીસની પ્રજા પ્રત્યેની કામગીરીને બિરદાવવા માટે એક પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં શહેરના અન્ય પોલીસ મથકો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ સફાઇ અભિયાન હાથ ધરાશે.
ભરૂચ હેડક્વાર્ટસ ખાતે કોંગી આગેવાનો તેમજ સ્થાનિક યુવાઓએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.
પોલીસકર્મીઓનું ઋણ અદા કરવાનો પ્રયાસ