તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંસરોદગામ નજીક સોમવારના રોજ સાંજે 4.30 વાગ્યાની આસપાસ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.ભરૂચ જિલ્લાના પાલેજ નગરના અજીમખાન પઠાણ મોટર બાઇક લઇને રોડની સાઇડમાં ઉભા હતા. તે વેળા વડોદરા તરફથી આવતી કારના ચાલકે ગફલતભરી રીતે હંકારી મોટર બાઇકને અડફેટે લેતા અજીમખાન નિઝામખાન પઠાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજયું હતું. મૃતકના મૃતદેહને પી એમ માટે પાલેજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. વલણ આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ મોહનભાઇએ પાલેજ સામૂહિક કેન્દ્રમાં પહોંચી પંચનામુ કર્યુ હતું. પોલીસે કારચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો