તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના સિવિલ રોડ પર ~10.17 લાખના ખર્ચે LED લાઇટ નંખાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના સિવિલ હોસ્પિટલ રોડ પર નગરપાલિકા ~10.17 લાખના ખર્ચથી એલઇડી લાઇટ લગાવવા જઇ રહી છે. હાલ સ્ટેશન રોડથી પાંચબત્તી સુધી પ્રાયોગિક ધોરણે એલઇડી લાઇટો લગાવવામાં આવી રહી હોવાથી સિવિલ રોડ એલઇડી લાઇટથી સજજ થનારો બીજો રોડ બનશે.

ભરૂચની સિવિલ હોસ્પિટલથી શકિતનાથ ગરનાળા સુધીના માર્ગનું તાજેતરમાં વિસ્તૃતિકરણ કરીને ફોર લેન બનાવવામાં આવ્યો છે. માર્ગ પરથી રોજના 5,000 કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે. સિવિલ હોસ્પિટલ હોવાને કારણે માર્ગનું મહત્વ વધારે છે. માર્ગનું વિસ્તૃતિકરણ થયાં બાદ લાઇટની સુવિધા નહિ હોવાથી અકસ્માત થવાનો ભય સેવાઇ રહયો છે. નગરપાલિકા સત્તાધીશોએ ~10.17 લાખના ખર્ચે માર્ગને એલઇડી લાઇટથી સજજ કરવાનો નિર્ણય કર્યો છે.

નગરપાલિકા આગામી દિવસોમાં ~10.17 લાખના ખર્ચથી 70 એલઇડી લાઇટો લગાવશે અને માટે 32 વીજપોલ ઉભા કરાશે. વીજપોલ લગાવવાની કામગીરી પુર્ણતાના આરે હોવાથી ટુંક સમયમાં લાઇટો લગાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે.

માર્ગ પર લાઇટો લાગી જતાં લોકોની સુવિધામાં વધારો થશે. અત્યારે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગ પર પ્રાયોગિક ધોરણે એલઇડી લાઇટ લગાવવામાં આવી છે ત્યારે સિવિલ રોડ એલઇડી લાઇટથી સજજ થનારો બીજો માર્ગ બનશે.

સિવિલ રોડ પર એલઇડી લાઇટો નાંખવામાં આવશે. તસવીર-રાજેશપેઇન્ટર

તમામ ટુ લેન માર્ગોને આવરી લેવાનું આયોજન

^હાલસ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગ પર પ્રાયોગિક ધોરણે એલઇડી લાઇટ લગાવવામાં આવી છે . હવે સિવિલ રોડ ઉપર પર આવી લાઇટો લગાવવામાં આવશે. એલઇડી લાઇટથી વીજબીલમાં 70 ટકા જેટલો ઘટાડો થાય છે. આગામી દિવસોમાં શહેરના તમામ ટુ લેન માર્ગ પર અેલઇડી લાઇટ લગાડવાનું આયોજન છે. > કેતનવાનાણી, મુખ્યઅધિકારી, ભરૂચ નગરપાલિકા

વીજબીલમાં ઘટાડો કરવા પાલિકા પણ LEDલાઇટો તરફ વળી

LEDથી સજજ થનારો શહેરનો બીજો માર્ગ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો