તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લામાં દિવસભર ઝરમરિયો વરસાદ વરસ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેર જિલ્લામાં આજે સોમવારે વિવિધ વિસ્તારોમાં ઝરમરિયો વરસાદ યથાવત રહ્યો હતો. સોમવારે જિલ્લામાં સૌથી વધુ વાગરા તાલુકામાં 23 મીમી તેમજ સૌથી ઓછો ભરૂચ,જંબુસર તેમજ ઝઘડિયા તાલુકામાં 1 મીમી વરસાદ નોંધાયો હતો.

ભરૂચ શહેર જિલ્લામાં પખવાડિયાથી એકંદરે વાદળછાયું વાતાવરણ રહ્યું છે. આકાશમાં વાદળોનો જમાવડો જોઇને એક તરફ લોકો ભારે વરસાદ વરસે તેવી આશા બાંધીને બેઠાં છે તેમ છતાં મેહૂલિયો સામાન્ય અને હળવા ઝાપટાં પાડી જતો રહે છે. જેને કારણે ખેડૂતો પણ વાવણી કરવામાં અજમંજસ અનુભવી રહ્યાં છે. હાલમાં શહેર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે થોડા થોડા સમયે રિમઝિમ વરસાદ વરસી જાય છે. જેને કારણે એકંદરે શહેર જિલ્લામાં ઠંડક અનુભવાઇ રહી છે. જોકે ક્યારેક ક્યારેક વાદળો દુર થતાં સુરજદાદાના તેજ કિરણો પડવાને કારણે અસહ્ય ગરમી તેમજ બફારાનો અનુભવ થતો હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જિલ્લા કંન્ટ્રોલમાંથી મળતી માહિતી અનુસાર, આજે સોમવારે હાંસોટ તેમજ અંક્લેશ્વર સિવાય તમામ તાલુકામાં વરસાદે નોંધ આપી હતી.

જેમાં વાગરા તાલુકામાં સૌથી વધુ 23 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે સૌથી ઓછો ભરૂચ, જંબુસર તેમજ ઝઘડિયામાં સૌથી ઓછો 1 મીમી વરસાદ વરસ્યો હતો. ઉપરાંત આમોદ તાલુકામાં 5મીમી, નેત્રંગ તાલુકામાં 7 મીમી તેમજ વાલિયા તાલુકામાં 6 મીમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ તાલુકાના પાલેજ ખાતે બપોરના સમયે મેહૂલિયાએ જોરદાર ઇનિંગ રમતાં રહિશોમાં ખુશી ફેલાઇ હતી.

વાગરામાં 23 મીમી, જંબુસર-ઝઘડિયામાં 1 મીમી

ભરૂચ જિલ્લાના પાલેજ પથકંમાં ધોધમાર વરસાદી ઝાપટું પડતાં માર્ગોમા પાણી ભરાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો