તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક માર્શલ પર હૂમલો કરનારા બેની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકાની મહિલા કોર્પોરેટરના પતિએ અન્ય બે સારગિતો સાથે મળી ઝાડેશ્વર ચોકડી ઉપર એક ટ્રાફિક માર્શલ ઉપર હૂમલો કરવાના મામલામાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે પોલીસે હૂમલાખોરો પૈકી કોર્પોરેટરના પતિ સહિત બે શખ્સોની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચની બીટીઇટીમાં ટ્રાફિક માર્શલ તરીકે ફરજ બજાવતો અને કસર ગુરૂદ્વારા પાસે રહેતો ભદ્રેશ બ્રિજલાલ પટેલ ઝાડેશ્વર ચોકડી પર તેની કામગીરી બજાવી રહ્યો હતો. દરમિયાન ચારેક દિવસ પહેલાં એક પિકઅપ જીપના ચાલકે વાહન વ્યવહાર નિયમનની કામગીરી વેળાં ભદ્રેશના પગ પાસેથી પોતાની જીપી લઇ જતાં ભદ્રેશે તેને ટોક્યો હતો. જેને પગલે જીપ ચાલકે તેની સાથે બોલાચાલી કરી તે અનિલ કોન્ટ્રાક્ટરનો માણસ હોવાનો રોફ ઝાડી તેની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન અન્ય પોલીસ ત્યાં આવી પહોંચતાં જીપ ચાલક તેને ગર્ભિત ચિમકી આપી ત્યાંથી નાસી જતો રહ્યો હતો. જે બાદ ગત શનિવારે ઘટનાની રીસ રાખી મક્તમપુર બોરભાઠા બેટ ખાતે રહેતો ભરૂચ નગરપાલિકાની મહિલા કોર્પોરેટરનો પતિ અને હિન્દુ મહાસંઘનો પ્રમુખ અને ભાજપનો આગેવાન અનિલ અંબાલાલ માછીપટેલ તેના અન્ય બે સાગરિતો સાથે ઝાડેશ્વર જૂના ટોલનાકા પાસે પહોંચી જઇ ટ્રાફિક નિયમનનું કામ કરી રહેલાં ભદ્રેશ સાથે અચાનક ઝઘડો કરી તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં સી ડિવિઝન ...અનુસંધાન પાના નં.2

પોલીસે ટ્રાફિક માર્શલ ઉપર હૂમલો કરનારા અનિલ માછીપટેલ તેમજ તેના અન્ય એક સાગરિત ભરત મગન પટેલની ધરપકડ કરી અન્ય અેક સાગરિતની વિગતો મેળવવા તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.

સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી : કોર્પોરેટરના પતિની પણ ધરપકડ કરાઇ

ઝાડેશ્વર ચોકડી પર ટ્રાફિક માર્શલને માર્યો હતો

અન્ય સમાચારો પણ છે...