તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • દોલતપુર અપહરણ કેસમાં પાંચ આરોપીઓના 2 દિવસના રીમાન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોલતપુર અપહરણ કેસમાં પાંચ આરોપીઓના 2 દિવસના રીમાન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દોલતપુરગામના ખેડૂતના ચાકરનું અપહરણ કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરેલાં 5 આરોપીના વાલિયા કોર્ટે 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

દોલતપુર ગામના ખેડૂતના ચાકરને તેના શેઠનો નંબર ખંડણી માંગવા માટે આવેલા માલજીપરા ગામના ઇસમોએ માંગતા મારી પાસે નથી નંબર તેવું કહેતા તેને માર મારી સ્કોર્પીયો કારમાં બળજબરી પૂર્વક નાખી અપહરણ કરી લઈ ગયાં હતાં.ત્યાથી રસ્તે અન્ય ખેડૂતના પત્નીને તેના પતિને ફોન કરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી ખંડણી નહીં આપો તો અહી જમીન ખેડવા નહીં દઈએ તેવી ગર્ભિત ધમકીઓ આપી જતાં રહયાં હતાં. ઇસમો વિરૂધ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ખેડૂત કેશવજીભાઇ ભંડેરી ફરિયાદ નોંધાવતાં તેની તપાસ નેત્રંગ પોલીસ કરી રહી હતી. નેત્રંગ પોલીસે ઝગડિયાનાં માલજીપરા ગામેથી મુખ્ય આરોપી સહિત અન્ય બે અને શીર ગામેથી તેના બે સાગરીતોને ઘરેથી ધરપકડ કરી હતી.ત્યારબાદ પાંચેયને વાલીયા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.આજરોજ નેત્રંગ પોલીસે પાંચ આરોપીઓ પૈકી ચારને વાલીયા મામલતદાર રૂબરૂ સાક્ષીઓ સામે ઓળખ પરેડ કરાઈ હતી. ઝગડિયાનાં માલજીપરા ગામનો નવનીત ઉર્ફે લાલો બાબુભાઇ વસાવા ,રાકેશ મોતીભાઈ વસાવા અને દિલિપ ગુમાનભાઈ વસાવાના ત્રણેયના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજુ કરેલાં હતા. ભરુચ એલસીબી ત્રણેયની સઘન પૂછતાછ કરશે તો તેમાં ઘણા અન્ય નામ ખૂલવાની વકી રહેલી છે.

3 આરોપીની ભેંસખેતરની ઘટના ગુનામાં ધરપકડ કરાશે

વાડીમાં તોડફોડ કરી ચાકરને ગાડીમાં ઉઠાવી ગયાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો