તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમાસાના એક માસમાં જિલ્લામાં 40% વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચજિલ્લાના કુલ 2,31,460 હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી ચોમાસાના એક મહિના દરમિયાન 40.16 ટકા એટલે કે 92,965 હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી છે. હજી ખેતી લાયક વરસાદ વરસ્યો હોવાને કારણે ખેડૂતોએ મેઘાની મહેર થયા બાદ વરસાદ અનુરૂપ વાવેતર કરવાનું મન બનાવ્યું છે. અત્યાર સુધીમાં થયેલાં વાવેતર પૈકી ખેડૂતોએ 54,310 હેક્ટરમાં તુવેરનું વાવેતર કર્યું છે.

ભરૂચ શહેર - જિલ્લામાં ચોમાસાને એક મહિનાનો સમય વિતી ગયો હોવા છતાં હજી ખેતી લાયક વરસાદ નહીં વરસતાં ખેડૂતો અજમંજસમાં જણાઇ રહ્યાં છે. જોકે પખવાડિયાથી આકાશમાં વાદળોની ફોજ રહેતાં સારો વરસાદ વરસે તેવી આશા સાથે કેટલાંય ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરી દીધી છે. ભરૂચ જિલ્લામાં આવેલાં કુલ 2,31,460 હેક્ટર વાવેતર વિસ્તાર પૈકી અત્યાર સુધીમાં 92,965 હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવણી કરી છે. જેમાં મુખ્યત્વે કપાસ તેમજ તુવેરનું વાવેતર વધુ જોવા મળી રહ્યું છે. જેમાં ખેડૂતોએ 54,310 હેક્ટર જમીનમાં તુવેર જ્યારે 20,220 હેક્ટર જમીનમાં કપાસની વાવણી કરી છે. જ્યારે બાકીના 18,435 હેક્ટરમાં ખેડૂતોએ ડાંગર, જુવાર, બાજરી, મકાઇ, અડદ, મગફળી, સોયાબીન, કેળ તેમજ અન્ય શાકભાજીનું વાવેતર કર્યું છે.

જિલ્લાના ખેડૂતો પહેલાં કપાસનું વાવેતર અન્ય પાકોની સરખાણીમાં વધુ કરતાં હતાં. જોકે છેલ્લાં ચારેક વર્ષથી ખેડૂતોએ પોતાનો ટ્રેન્ડ બદલ્યો છે. તેમાંય ગત વર્ષે બીટી કપાસમાં પણ ગુલાબી ઇયળનો ઉપદ્રવ જણાતાં ખેડૂતોએ કપાસના બદલે તુવેરના પાક તરફ પોતાનો ઝોક રાખ્યો છે. હાલના તબક્કામાં થયેલી વાવણીમાં પણ 93 હજાર હેક્ટરના વાવેતરમાં 54 હજાર હેક્ટરમાં તુવેરનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. જ્યારે માત્ર 20 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.

ભરૂચ જિલ્લામાં ખેતીલાયક વરસાદ નહીં વરસતાં 60% જમીનમાં ખેડૂતોએ વાવણી કરી

જિલ્લામાં અત્યાર સુધીમાં 92 હજાર હેકટર વાવેતર પૈકી 54 હેક્ટરમાં તુવેરનું વાવેતર કર્યું

તુવેરના બિયારણનો ઉપાડ વધ્યો છે

^ગત વર્ષે ખેડૂતોને બીટી કપાસમાં પણ ગુલાબી ઇયળ પડવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કપાસના ઉત્પાદનમાં અસર પડી હતી. ઉપરાંત કપાસનો ભાવ પણ ઓછો મળતાં ખેડૂતોને નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન વર્ષે ખેડૂતોએ કપાસને બદલે તુવેરનો પાક લેવાનું મન બનાવ્યું હોવાનું લાગી રહ્યું છે. વર્ષે તુવેરના બિયારણનો ઉપાડ વધ્યો છે. > બી.એસ. પંચાલ, મદદનિશખેતિવાડી અધિકારી.

582 હેક્ટરમાં ડાંગરનું ધરૂવાડિયું

ડાંગરનીખેતી માટે ખેડૂતો ફેરવાવેતર કરતાં હોય છે. જેમાં ખેડૂતો પહેલાં ડાંગરના ધરૂ ઉગાવતાં હોય છે જેને ડાંગરનું ધરૂવાડિયું કહેવાય છે. જેમાં ડાંગરના છોડ ઉગ્યાં બાદમાં અન્ય ખેતરમાં ડાંગરના ધરૂની રોપણી કરવામાં આવતી હોય છે. વર્ષે અંક્લેશ્વર, હાંસોટ તેમજ વાલિયા તાલુકામાં કુલ 582 હેક્ટરમાં ખેડૂતોએ ધરૂવાડિયું કર્યું છે.

વરસાદનીરાહ જોતાં ખેડૂતો

ખેતરોમાંસળંગ ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસે ત્યારે ખેતીલાયક વરસાદ થયો હોવાનું માની શકાય છે. હાલમાં વરસાદના છુટાછવાયાં ઝાપટાં પડી રહ્યાં છે ઉપરાંત ઉઘાડ નિકળતાં જમીન પુન: સુકાઇ જતી હોવાને કારણે ખેતી લાયક વરસાદ વરસ્યો હોવાને કારણે હજી 60 ટકા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું છે. જોરદાર વરસાદ વરસવાની રાહ જોઇ રહેલાં ખેડૂતો આગામી દિવસોમાં મેહૂલિયાના મિઝાઝને સમજીને ખેતરોમાં તે પ્રમાણેની વાવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો