તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • બહુજન સમાજ દ્વારા કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુજન સમાજ દ્વારા કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ અને આમોદમાં દલિત યુવાન પર હૂમલા પ્રકરણમાં કલેક્ટરને આવેદન પત્ર

આમોદમાં દલિતોને મારવાની ઘટનામાં કડક પગલાં ભરવા માગ

ભરૂચ | તાજેતરમાંઉનાના સામઢિયાળા ગામે કેટલાંક કહેવાતા ગૌરક્ષકો તેમજ અસામાજિક તત્વો દ્વારા ચાર દલિત ચર્મકારોને ખોટી રીતે કસાઇઓ ગણાવી તેમને કાર સાથે બાંધી જાહેરમાં માર મારી અત્યાચાર ગુજાર્યો હતો. બનાવની જગ્યાએ કેટલાંક પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત હોવા છતાં તેમણે કોઇ પણ પ્રકારની દરમિયાનગીરી કર્યા વિના દલિતો પર થઇ રહેલાં અત્યાચારને મુકપ્રેક્ષક બનીને નિહાળી રહ્યાં હોવાની રાવ સાથે આજે સોમવારે ભરૂચ જિલ્લાના બહુજન સમાજના વિવિધ સંગઠનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઇ દલિતો પર થઇ રહેલાં અત્યાચારોનો વિરોધ વ્યક્ત કર્યો હતો. દલિતો પર થઇ રહેલાં અત્યાચારોને રોકવા માટે જરૂરી કડક પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી.

આમોદમાં આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. તસવીર-મુકેશજાદવ

ભરૂચમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો