તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • કુંવરવાડાના ચાર આરોપીના દોઢ દિવસનાં રિમાન્ડ મંજુર

કુંવરવાડાના ચાર આરોપીના દોઢ દિવસનાં રિમાન્ડ મંજુર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇતાલુકાનાં કુંવરવાડા ગામની સીમમાં આવલાં એક મકાનને 25 મીની વહેલી સવારે શિક્લીકર ગેંગની તસ્કર ટોળકીએ ચોરી કરવાનો પ્રયાસ કરતાં ગામલોકોએ તેઓને ઝડપી પાડી પોલીસનાં હવાલે કર્યા હતાં જેઓની વધુ પૂછપરછ માટે આજરોજ પોલીસે ડભોઇ કોર્ટમાં 7 દિવસનાં રીમાન્ડ માંગતાં કોર્ટે દોઢ દિવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે.

કુંવરવાડા ગામની સીમમાં 25મીની વહેલી સવારનાં ચોરી કરવાનો પ્રયાસ કરનારી શિક્લીગર ગેંગનાં 4 ઇસમોને ગ્રામજનો આવીને રંગેહાથે ઝડપી પાડી પોલીસનાં હવાલે કર્યા હતાંં.ડભોઇ પોલીસે પોલીસમથકે લાવી પૂછપરછ હાથ ધરતાં તેઓએ તેમનાં નામો (1) સંતોષ ગારૂમુખસીંગ રહે. લલ્લુભાઇ ચકલાં નદી વિસ્તાર, ભરૂચ (2)ચંદનસીંગ સરદાર રહે. તરસાલી, દીવાળીપુરા સ્લમ ક્વાર્ટર (3)મહેન્દ્રસીંગ સરદાર મહાનગરની સામે ઝુંપડપટ્ટી, વડોદરા (4) લાલસીંગ સરદાર રહે. ગાગરેટીયા ઇન્દ્રીરા નગર, ગાયત્રી સ્કૂલ સામે, ઝુંપડપટ્ટી વડોદરાનાં બતાવેલ છે.

ચારેવ ઇસમો ચોરી કરવાનાં ઇરાદે આવી નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટોને ફેંદી નાંખેલ હોય મકાનની દેખરેખ કરતાં મહેશ પટેલે તમામ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસનાં મત મુજબ ડભોઇ પંથકમાં ટોળકીએ અગાઉ પણ થયેલી ચોરીઓમાં ભાગ ભજવેલ હોય તેમ જણાતું હોય આજરોજ પોલીસે આગળની વધુ પૂછતાછ માટે ડભોઇ કોર્ટમાં 7 દિવસનાં રીમાન્ડની માગણી કરી હતી ત્યારે સરકારી વકીલ એન.એચ. સૈયદની ધારદાર દલીલો ને લઇને કોર્ટે દોઢ દિવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે.

ચારેવ ઇસમો ચોરીનાં ઇરાદે નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો

ગ્રામજનોએ 4 તસ્કરોને 25મીના રોજ ઝડપી પાડયા હતા

અન્ય સમાચારો પણ છે...