તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગ અકસ્માતમાં ભરૂચના પોલીસ કર્મચારીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચપોલીસ હેડક્વાર્ટરમાં છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવતાં મૂળ આહવા ડાંગના નડકચોડ ગામન વતની અને પોલીસ કોન્સ્ટેબલ શીવરામ નાનુભાઈ વાઘમારે (30) પોતાના ઘરે નડકચોડ ખાતે ગયા હતાં. જ્યાંથી ગતરોજ સોમવારે સાંજે પોતાની સાળી સંગીતાબેહન લક્ષ્મણભાઈ ગાંગોળેની સાથે પોતાની મોટર (GJ-16M-9925) લઈને ભરૂચ ખાતે પરત આવી રહ્યા હતાં ત્યારે માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નેહા નં 8 ઉપર કોઈ અજાણ્યા વાહને પોલીસકર્મીની મોટરસાઈકલને અડફેટે લેતા બંને જણા રોડ ઉપર પટકાયા હતાં. બંનેને ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન પોકો શિવરામનું મોત થયું હતું. જ્યારે સાળીને આઈસીયુમાં ખસેડવામાં આવી હતી. અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...