તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચનાં ગુજકો ફીડર પર આજે 8 કલાકનો વીજકાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરનાં 22 કેવી ગુજકો ફીડર પર બુધવારે 8 કલાકનો વીજકાપ લેવામાં આવ્યો હોવાથી 4000 થી વધુ લોકોને સવારથી સાંજ સુધી વીજળી વિહોણા રહેવુ પડશે.

ચોમાસાની વિદાય સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ચોમાસામાં ક્ષતિ પામેલા વીજ ઉપકરણો અને રેસાને દુરસ્ત કરવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ શહેર વિભાગ દ્વારા બુધવારે 22 કેવી ગુજકો ફીડર પર સવારે 8 થી સાંજે 4 કલાક સુધી શટડાઉન લેવામાં આવ્યું છે. ફીડર પર અગત્યનું સમારકામ હોવાથી 8 કલાકનાં વીજકાપનાં પગલે 4000 થી વધુ લોકોને ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટમાં પરસેવે રેબઝેબ થવાનો વારો આવશે.

નવરાત્રિ પહેલા દુરસ્તી કામગીરી શરૂ

અન્ય સમાચારો પણ છે...