લઇજવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે રાજપીપલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં ઇન્ચાર્જ પીએસઆઇ એચ.જી.ભરવાડે આગળની તપાસ હાથ ધરી છે.
શિરડીદર્શન કરી...
મોનિકાબહેનવિજયભાઈ ચૌહાણ અને કલ્પનાબહેન ભદ્રેશભાઈ રાણા આમ કુલ સભ્યો રાત્રીના 1.00 કલાકે ઈનોવા કારના ચાલક રાહુલભાઈ બેચરભાઈ સોલંકી(28) (રહે-ભરૂચ જુના તવડા ગોપાલનગરની બાજુમાં આંબાવાડી ફળીયુ) સાથે નીકળ્યા હતા. વહેલી સવારના શિરડી પહોંચી ગયા હતા. અને બપોરના 2.30 કલાકે દર્શન કરીને પરત ભરૂચ આવવા માટે નીકળ્યા હતા. રાત્રીના સુરતના કામરેજ તાલુકા વલથાણ ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 8 પર વલથાણ પાટીયા પાસેથી પસાર થતાં હતા. ત્યાંરે કોઇ અજાણ્યો વાહન ચાલક પૂરપાટે હંકારી આવી ગફલત રીતે ઈનોવા કારને અડફટમાં લઈ ટકકર મારતા અકસ્માત થયો હતો. જેમાં ઇનોવાકારનો ચાલક રાહુલ સોલંકીને માથા ભાગે જયારે કારમાં સવાર શિક્ષિકા અરૂણાબહેન ચૌહાણને પણ ગંભીર ઈજા થતા બંન્ને બેભાન થઈ ગયા હતા. અને તાત્કાલિક સારવાર માટે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાંચને સામાન્ય ઇજા થઇ હતી. જયારે અરૂણાબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. અને કારના ચાલકને 108માં સુરત સારવાર માટે લઈ જતા તેમનુ પણ મોત નીપજયુ હતુ. ઘટનાની જાણ કામરેજના ઈ.ચાર્જ પીઆઈ એમ.બી.તોમરને થતા બીટ જમાદાર નરેશભાઈ સાથે ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.