• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં બંધ મકાનમાંથી તસ્કરો ચાંદીનો સામાન ચોરી ગયાં

ભરૂચમાં બંધ મકાનમાંથી તસ્કરો ચાંદીનો સામાન ચોરી ગયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાડેશ્વરરોડ ઉપર આવેલાં ચાંમુડા માતા મંદિર પાસેની શ્રીનિકેતન સોસાયટીમાં રહેતાં અને દહેજની અદાણી પોર્ટ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતાં મહેન્દ્રપ ્રતાપ સિંગ 12મી જાન્યુઆરીએ તેમની પત્ની આશાસિંગ સાથે ઉત્તરપ્રદેશ તેમના વતને રજા ઉપર ગયાં હતાં. દરમિયાનમાં તેમના પાડોશીએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના મકાનની ગ્રીલ તુટેલી છે તેમજ અલમારી ખુલ્લી છે. કોઇ તસ્કર ટોળકીએ તેમના મકાનમાં ચોરી કરી હોવાનું લાગી રહ્યું છે. જેના પગલે તેઓ તુરંત તેમની પત્ની સાથે ભરૂચ આવવા માટે રવાના થયાં હતાં. તેમણે ઘરે પહોંચી તપાસ કરતાં તેમના ઘરની બારીની ગ્રીલ તુટેલી હોવાનું તેમજ તેમના રૂમમાંની તિજોરીઓ તેમજ અન્ય ડ્રોવરો ખુલ્લા હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી ચાંદીના 100 ગ્રામના 5 સિક્કા, 10 ગ્રામના 26 સિક્કા, 5 ગ્રામનો એક સિક્કો, તેમજ 250 ગ્રામનો એક ચાંદીનું બોક્ષ મળી કુલ 30 હજારની મત્તાના ચાંદીની સામાનની ચોરી થઇ હતી. બનાવના પગલે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાડોશીઓઅે જાણ કરતાં દંપતી તરત ભરૂચ આવી પહોંચ્યું

સિંગ પરિવાર ઉત્તરપ્રદેશ તેમના વતને રજામાં ગયો હતો

અન્ય સમાચારો પણ છે...