19મીએ ડીજી ધનમેલાના આયોજન અંગે બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંકેશલેસ ઇકોનોમી અને ઇ-પેમેન્ટ વ્યવહારને ઉત્તેજન આપવા લોકજાગૃતિ માટે ડીજી ધનમેલાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ડીજિટલ પેમેન્ટના માર્ગદર્શન ઉપરાંત બેંકો, કોમર્સ કંપનીઓ, મોબાઇલ ઇ-વોલેટ, વીજ કંપનીઓ, ફર્ટીલાઇઝર, બિયારણ, ગેસ એજન્સી, સખી મંડળ વિગેરના સ્ટોલમાંથી ડિજીટલ પેમેન્ટથી ખરીદી તેમજ નાણાંની કેશલેસ ચૂકવણી કરી શકાશે.

ડીજી ધનમેલાના આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટર શાહના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જિલ્લાના નાગરિકો કેશલેસ વ્યવહારો પ્રત્યે વધુને વધુ જાગૃત બને તે અંગેની વિસ્તૃત ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

ડીજીટલ પેમેન્ટ અંગે લોકોને જાણકારી અપાશે

ભરૂચમાં કેશલેસ ઇકોનોમીને પ્રાધાન્ય અપાશે

અન્ય સમાચારો પણ છે...