તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • વડોદરા મુંબઇ એક્સપ્રેસ વેના મુદ્દે દોરા ગામે 150 ખેડૂતોની બેઠક મળી

વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના મુદ્દે દોરા ગામે 150 ખેડૂતોની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદતાલુકાના દોરા ગામે આજે રવિવારે વડોદરા - મુંબઇ એક્સપ્રેસ વે માં જમીન સંપાદિત કરવામાં આવતાં ખેડૂતોની ખાસ બેઠક મળી હતી. જેમાં 150થી વધુ ખેડૂતોએ એકસંપ થઇને સરકાર દ્વારા જમીન સંપાદનના બદલામાં ખુબ ઓછી રકમ ચુકવાતી હોવાની રાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં ખેડૂતોએ સરકાર સાથે લડત લડવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થનારા વડોદરા - મુંબઇ એક્સપ્રેસ વેમાં જિલ્લાના 31 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં ગઇ છે. સરકાર દ્વારા હાલમાં જમીન સંપાદનનું વળતર ચુકવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા આજે રવિવારે આમોદ તાલુકાના દોરા ગામે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ ખેડૂતો જોડાયાં હતાં.

...અનુસંધાન પાના નં.2

આગામી દિવસોમાં ઉપવાસ સહિતના આંદોલન કરવાની ચીમકી

કેટલાંક ગામોની જંત્રી નજીવી હોઇ ઓછી કિંમત મળી હોવાની રાવ

અન્ય સમાચારો પણ છે...