તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂજના મનુબર ગામ ખાતેથી એક રાત્રીમાં 3 મોટર સાઇકલની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂજના મનુબર ગામ ખાતેથી એક રાત્રીમાં 3 મોટર સાઇકલની ચોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકામાં આવેલાં મનુબર ગામે વાહન ચોર ટોળકીએ અેક રાત્રીમાં ત્રણ મોટર સાઇકલની ચોરી કરતાં ચકચાર જાગી છે. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે આસીમા ટાઉનશિપ ખાતે રહેતાં અબ્દુલ હાદી મહેબુબશા ખ્વાજા હૂસેન પાનવાલા ભરૂચની સંતોષી વસાહત વિસ્તારમાં આવેલી મદીના મસ્જીદ ખાતે બાંગશાબ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે રાત્રીના સમયે તેમણે પોતાની નિત્યક્રિયા પુર્ણ કરી સુઇ ગયાં હતાં.

આજે સોમવારે વહેલી સવારે 5 કલાકના અરસામાં તેઓ ભરૂચ મસ્જિદ ખાતે આવવાનું હોઇ તેમની મોટર સાઇકલ લેવા જતાં તેમની મોટર સાઈકલનું કવર ત્યાં પડેલું જોવા મળ્યું હતું. જોકે બાઇક ગાયબ હોઇ તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

તાલુકા પોલીસ મથકે ફરિયાદ આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

એક સાથે ત્રણ બાઇક ચોરાતાં ટોળકી કોઇ વાહન લઇને આવી હોવાની શક્યતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો