તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • મેડિકલ કેમ્પ | રાજશ્રી વિદ્યાલય ખાતે મેડીકલ ખાતે યોજાયેલા કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ કેમ્પમાં સે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ કેમ્પ | રાજશ્રી વિદ્યાલય ખાતે મેડીકલ ખાતે યોજાયેલા કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ કેમ્પમાં સેવાઓ આપી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપળાનજીક આવેલી રાજશ્રી વિદ્યાલય ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી 200થી વધારે દર્દીઓને તપાસી જરૂરી નિદાન કર્યું હતું.

રાજશ્રી પોલીફિલ લિમિટેડ દવારા કંપનીની સ્કૂલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન ભરુચથી આવેલ તબીબો, રાજશ્રી પોલિફિલ કંપનીના ઓફિસરો અને બામલ્લા તથા તવડી ગામના સરપંચો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં RPL ના સંજય અગ્રવાલ સહીત અન્ય અધિકારીઓ અને મેડિલક ઓફિસરો હાજર રહ્યા હતાં.

કંપનીની આજુ બાજુના ગામોના લોકોના લાભાર્થે હિલિંગ ટચ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભરૂચના સહયોગ દ્વારા ગત રોજ કંપનીની શાળા રાજશ્રી વિદ્યામંદિર ખાતે એક મફત નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની હોસ્પિટલના વિવિધ તબીબો દ્વારા 200 થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને સ્ત્રી રોગને લગતી સમસ્યા, ચામડી, હર્ણિયા, હાઈડ્રોસિલ, હાંડકાને લગતી સમસ્યા તથા કુપોષણને લગતા રોગો જણાઈ આવ્યા હતા.તબીબો દ્વારા ઇ.સી.જી. ઇકો, કાર્ડિઓગ્રામ, ડાયાબિટીસ વગેરેની અધ્યતન મશીનરી દ્વારા તપાસકરાઈ હતી તથા દર્દીઓને વિના મૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી હતી.

રાજપીપળામાં મેડિકલ કેમ્પમાં 200 દર્દીઓનું નિદાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો