તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • નવા બોરભાઠાના યુવાનને અપશબ્દો કહેનાર 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા બોરભાઠાના યુવાનને અપશબ્દો કહેનાર 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંક્લેશ્વરતાલુકામાં અાવેલાં નવા બોરભાઠા ગામે વેરાઇ માતાના મંદિર પાસે રહેતો મુકેશ લલ્લુ વસાવાના મિત્ર સુરેશ પરષોત્તમ પરમારને ગામમાં કેટલાંક લોકોએ માર માર્યો હોઇ તેના ખબર અંતર પુછવા માટે તે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ગયો હતો. દરમિયાન રાત્રીના સમયગાળા દરમિયાન તે સિવિલ કંપાઉન્ડમાં ઉભો હતો. તે વેળાં ગામના સતિષ સોમા પટેલ, દિવ્યેશ અરવિંદ પટેલ ( બન્ને રહે. પટેલ ફળિયું), રાજુ મનહર પાટણવાડીયા રહે .ટેકરા ફળીયું તેમજ ધ્રુમિલ અનિલ પટેલ રહે. પટેલ ફળીયુનો ત્યાં આવી પહોંચ્યાં હતાં. તેમણે મુકેશ સાથે તુરંત ઝઘડો કરી તેમને ધમકીઓ આપી હતી કે, તમારા દિવસો ભરાઇ ગયાં છે, તુ અમારા ધ્યાનમાં છે તેમ કહી જાનથી મારીનાંખવાની ધમકીઓ આપી જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારતાં આખરે તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે તમામ 4 લોકો સામે એટ્રોસિટીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

યુવાન મિત્રના ખબર અંતર પુછવા સિવિલમાં ગયો હતો

સિવિલ હોસ્પિટલના સંકુલમાં યુવાન સાથે ઝઘડો કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો