તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • પરીણિતા પર દહેજ માટે સાસુ પતિએ ત્રાસ આપતા ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીણિતા પર દહેજ માટે સાસુ-પતિએ ત્રાસ આપતા ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચતાલુકાના કેસરોલ ગામે પરીણિતાને ઓછુ દહેજ લાવી હોવાનું જણાવી મહેણાંટોણા મારવા સાથે કાર ખરીદવા માટે પિયરેથી રૂપિયા 5 લાખ લઇ આવવાનું જણાવી પરીણિતાને પતિ તેમજ સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ ગુજારતાં પરીણિતાએ ભરૂચ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

ભરૂચના ડુંગરી સિંધીવાડનો ટેકરો વિસ્તારમાં રહેતી શાહિના ઇકબાલ ખુશાલના લગ્ન ભરૂચ તાલુકાના કેસરોલ ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતાં અઝરૂદ્દીન યુસુફ પટેલ સાથે અઢી મહિના પહેલાં થયાં હતાં. જે બાદથી તેની સાસુ ફરીદા યુસુફ પટેલ દ્વારા તુ ઓછુ દહેજ લાવી છે કહીં મહેણા ટોણા મારી વાળ પકડી ઢીકાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેના પતી અઝરૂદ્દીન ઘરે આવતાં તેની ચઢામણી કરી તેના પતિએ પણ માર મારી કાર ખરીદી કરવા માટે પિયરેથી 5 લાખ લઇ આવવાનું જણાવી પતિ-સાસુ દ્વારા શારીરિક માનસિક ત્રાસ ગુજારતાં શાહિનાએ પતિ તેમજ સાસુ વિરૂદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ

કેસરોલમાં કાર ખરીદવા 5 લાખ આપવા માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો