તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ગુડસનું વેગન...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં ગુડસનું વેગન...

ગુજરાતએકસપ્રેસ અને મુંબઇ-ઝાંસી એકસપ્રેસ ટ્રેન 30 મિનિટ જેટલી મોડી પડી હતી. રેલવેની ટીમોએ તાત્કાલિક અસરથી રીપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી. બપોરના 12.20 વાગ્યાના અરસામાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો. વેગન ખડી પડવાની ઘટના સાઇડ ટ્રેક પર બની હોવાથી આંશિક અસર વર્તાઇ હતી. રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશ આપી દીધાં છે. ગુડસ ટ્રેનના વેગન ખાલી હોવાને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહયું છે. ટ્રેનો મોડી પડતાં વિવિધ સ્ટેશનો ખાતે મુસાફરો અટવાયાં હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

રાજપીપળામાં...

આદિવાસીસમાજની સંસ્કૃતિ, પહેરવેશ અને રહેણીકરણી સંમેલન માં રજુ કરશે. રાજપીપલામાં તીર કામઠા સાથે આદિવાસી પહેરવેશમાં અને આદિવાસી ગીત, લોકનૃત્ય, તબલા સારંગી સાથે રેલી નીકળશે.બેઠકમાં MP કોર લાલ ખર્ચે, મહારાષ્ટ્રના બહાદુર દાદા સોનવણે, સાધનાબેન મીના, મહેશ ચૌધરી, પાલિકા પૂર્વ પ્રમુખ ભરત વસાવા,મહેશ વસાવા ડો.શાંતિકર વસાવા, ડો દયરામ વસાવા, સંદીપ વસાવા સહિતના આગેવાનો હાજર રહયાં હતાં.

ભરૂચમાંશોર્ટ...

આસપાસનાસામાનને ચપેટમાં લેતાં આગ વધુ વિકરાળ બની હતી. ઘર વખરીના સામાનમાં આગ પ્રસરી જતાં લોકોમાં દોડધામ થઇ જતાં તેમણે તુરંત ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરતાં લાશ્કરોની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી આવી હતી. તેમણે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે અન્ય કોઇ ને નુકશાન થાય તે માટે એક શખ્સ વીજ પ્રવાહનો વાયર કાપી નાખ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી.

ભરૂચપાલિકાએ...

સોમવારેવીજ કંપનીએ માતરીયા તળાવ તથા અહમદ નગર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના વીજજોડાણો કાપી નાંખ્યાં હતાં. માતરીયા તળાવની સ્ટ્રીટલાઇટનું 1.78 લાખ રૂપિયા અને અહમદ નગરમાં 10 હજાર રૂપિયા જેટલું અંદાજે બિલ બાકી છે. સોમવારે બંને સ્થળોએ વીજજોડાણો કાપી નાંખવામાં આવતાં પાલિકા સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. પાલિકા બિલની રકમ ભરપાઇ નહિ કરે તો આગામી દિવસો વધુ વીજજોડાણો કાપી નાંખવાની તૈયારી વીજકંપનીએ શરૂ કરી દીધી છે. પાલિકા પ્રમુખ આર.વી.પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, વીજબિલ બાકી હશે તો તાત્કાલિક ભરી દેવામાં આવશે.

મચ્છરોનાઉપદ્રવથી...

ઉપદ્વવવધી ગયેલો જોવા મળી રહયો છે. મચ્છરોને કારણે વાઇરલ ફીવર, શરદી, ખાંસી, તાવ ના દર્દીઓની સંખ્યામાં દીન પ્રતિદિન વધારો થઇ રહયો છે. ઉપરાંત મેલેરિયા, ટાઇફોઇડ તેમજ ઝાડા ઉલ્ટીના કેસો પણ નોંધાયાં છે. રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં 250 થી 300 જેટલા દર્દીઓ રોજ સારવાર માટે આવી રહયાં છે. ખાનગી દવાખાનાઓમાં દર્દીઓ વધ્યા છે. ઉનાળાની શરૂઆત થતાંની સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થતાં પાલિકા તંત્રએ તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે આરોગ્ય વિભાગની ટીમોને લગાવી જ્યા જરૂર જણાય ત્યાં ફોગીંગ અને સફાઈ કામગીરી શરૂ કરાવી દીધી છે. આગામી દિવસોમાં ડોર ટુ ડોર સર્વે તથા મેડીકલ કેમ્પનું આયોજન કરવાની પણ વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો