તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ પાલિકાએ વીજબીલ નહિ ભરતાં બે સ્થળોએ જોડાણ કપાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ પાલિકાએ વીજબીલ નહિ ભરતાં બે સ્થળોએ જોડાણ કપાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનગરપાલિકાના 35 લાખ રૂપિયા ઉપરાંતના વીજબીલની રકમ નહિ ભરતાં સોમવારે વીજકંપનીએ માતરીયા તળાવ અને અહમદનગર ખાતે સ્ટ્રીટલાઇટના જોડાણો કાપી નાંખ્યાં છે. એક વર્ષ ઉપરાંતની બિલની રકમ ભરવામાં નહિ આવતાં આખરે વીજકંપનીએ પાલિકા સામે કડક હાથે કાર્યવાહી કરવાનું શરૂ કરતાં સત્તાધીશોમાં દોડધામ મચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે માતરિયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના આગમન પહેલાં માતરિયા તળાવ ખાતે તાત્કાલિક અસરથી સ્ટ્રીટલાઇટો નાંખવામાં આવી હતી. સ્ટ્રીટલાઇટ તથા વોટરવર્કસના આશરે 35 લાખ રૂપિયાનું બિલ પાલિકાએ હજી વીજકંપનીમાં ભરવાનું બાકી છે. એક વર્ષ ઉપરાંતથી વારંવાર જાણ કરવા છતાં બિલ ભરવામાં આવતું નથી. ...અનુસંધાન પાના નં.2

સોમવારે વીજ કંપનીએ માતરીયા તળાવ તથા અહમદ નગર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટના વીજજોડાણો કાપી નાંખ્યાં હતાં.

માતરીયા તળાવની સ્ટ્રીટલાઇટનું 1.78 લાખ રૂપિયા અને અહમદ નગરમાં 10 હજાર રૂપિયા જેટલું અંદાજે બિલ બાકી છે. સોમવારે બંને સ્થળોએ વીજજોડાણો કાપી નાંખવામાં આવતાં પાલિકા સત્તાધીશોમાં દોડધામ મચી ગઇ હતી. પાલિકા બિલની રકમ ભરપાઇ નહિ કરે તો આગામી દિવસો વધુ વીજજોડાણો કાપી નાંખવાની તૈયારી વીજકંપનીએ શરૂ કરી દીધી છે. પાલિકા પ્રમુખ આર.વી.પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, વીજબિલ બાકી હશે તો તાત્કાલિક ભરી દેવામાં આવશે.

પાલિકા પાસેથી અંદાજે રૂા.35 લાખની વસુલાત બાકી

માતરિયા તળાવ અને અહમદ નગર ખાતે અંધારપટ છવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો