તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચમાં શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગતાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં શોર્ટ સર્કિટના કારણે ફ્લેટમાં આગ લાગતાં દોડધામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાઝાડેશ્વર રોડ ઉપર આવેલી શ્રી નિકેતન રેસી પ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળે એક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ભરૂચ નગરપાલિકાના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ ઉપર ધસી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ ઉપર આવેલી શ્રીનિકેતન રેસી પ્લાઝા કોમ્પ્લેક્ષના ચોથા માળે સી-3 નંબરના મકાનમાં વિનાબેન વસાવા ભાડૂઆત તરીકે રહેતાં હતાં. આજે સોમવારે સાંજના સમયે તેમના મકાનમાં કોઇ કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જોતજોતામાં આગે

...અનુસંધાન પાના નં.2

આસપાસના સામાનને ચપેટમાં લેતાં આગ વધુ વિકરાળ બની હતી. ઘર વખરીના સામાનમાં આગ પ્રસરી જતાં લોકોમાં દોડધામ થઇ જતાં તેમણે તુરંત ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરતાં લાશ્કરોની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી આવી હતી. તેમણે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે અન્ય કોઇ ને નુકશાન થાય તે માટે એક શખ્સ વીજ પ્રવાહનો વાયર કાપી નાખ્યો હતો. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી.લાશ્કરોએ સ્થળ પર આવી આગ પર કાબુ મેળવ્યો

આગની ચપેટમાં ઘરનો સામાન બળીને ખાખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો