તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચમાં ગુડસનું વેગન ખડી પડતાં 3 ટ્રેન મોડી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાંજીએનઅેફસી કંપનીના ટ્રેક પરથી પસાર થઇ રહેલી ખાલી ગુડસ ટ્રેનનું એક વેગન પાટા પરથી ઉતરી પડતાં મુંબઇ- દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી. ત્રણથી વધારે ટ્રેનો નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી પડતાં મુસાફરો અટવાયાં હતાં. સવારે 10.40 કલાકે બનેલી ઘટના બાદ રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતાં 12.20 કલાકે ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો.

પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જીએનએફસી કંપની તરફ જતાં ટ્રેક પરથી ખાલી ગુડસ ટ્રેન પસાર થઇ રહી હતી જેમાંથી એક વેગન પાટા પરથી ઉતરી ગયું હતું. બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. સવારે 10.40 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાને કારણે સૌરાષ્ટ્ર એકસપ્રેસ, ...અનુસંધાન પાના નં.2

ગુજરાત એકસપ્રેસ અને મુંબઇ-ઝાંસી એકસપ્રેસ ટ્રેન 30 મિનિટ જેટલી મોડી પડી હતી. રેલવેની ટીમોએ તાત્કાલિક અસરથી રીપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.

બપોરના 12.20 વાગ્યાના અરસામાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો. વેગન ખડી પડવાની ઘટના સાઇડ ટ્રેક પર બની હોવાથી આંશિક અસર વર્તાઇ હતી. રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશ આપી દીધાં છે. ગુડસ ટ્રેનના વેગન ખાલી હોવાને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહયું છે. ટ્રેનો મોડી પડતાં વિવિધ સ્ટેશનો ખાતે મુસાફરો અટવાયાં હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

પાલેજ સ્ટેશને ફીરોઝપુર એકસપ્રેસ રોકી રખાઇ

ભરૂચ રેલવે સ્ટેશન નજીક ભોલાવ યાર્ડ પાસે માલગાડીનો ડબ્બો ખડી પડતા પાલેજ રેલવે સ્ટેશન પર સેંકડો મુસાફરો અટવાયા હતા. સવારના 11 વાગ્યે બનેલી ઘટનાના પગલે અપ તેમજ ડાઉનમાં રેલ વ્યવહાર ખોરવાય જવા પામ્યો હતો. મુંબઇ તરફ જતી ફિરોજપુર જનતા એકસ.ને પાલેજ ખાતે સાઇડીંગમાં 1 કલાક 20 મિનિટ સુધી થોભાવી દેવાની રેલવે તંત્રને ફરજ પડી હતી.

{ ભરૂચ સહિતના રેલવે સ્ટેશનોએ મુસાફરો અટવાયાં

{ વેગનો ખાલી હોવાને કારણે ઘટના બની હોવાનું તારણ

{ રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશો આપ્યાં

{ જીએનએફસી કંપની તરફ જતાં ટ્રેક પર બનેલી ઘટના

ભરૂચમાં ગુડસ ટ્રેનનું વેગન ખડી પડતાં રેલ વ્યવહાર પર આંશિક અસર પહોંચી હતી. ઘટનાને પગલે ફીરોઝ પુર એકસપ્રેસને પાલેજ સ્ટેશને રોકી દેવામાં આવી હતી. તસવીર-રાજેશપેઇન્ટર, યાકુબ લાંગીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો