તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપણું કરતાં આગમાં પડેલો યુવાન દાઝ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયાતાલુકામાં આવેલાં કોંઢગામે સલાટ ફળિયામાં રહેતો અલ્પેશ રમણ સલાટ રાત્રીના સમયે ઠંડીની મોસમને પગલે તેના ઘર પાસે તાપણું કરી રહ્યો હતો. દરમિયાન તાપણું કરતી વેળાં કોઇ અગમ્ય કારણસર તેને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે તે અકસ્માતે તાપણામાં પડી જતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે તેણે બુમરાણ મચાવતાં બૂમો સાંભળીને આસપાસના લોકો તેમજ પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવતાં તેમણે તેના ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. જોકે તેની હાલત ગંભીર જણાતાં તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યો હતો. તબીબોએ તેનું પરિક્ષણ કરતાં તેની હાલત ગંભીર હોવાનું માલુમ પડતાં તેને સારવાર માટે દાખલ કર્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...