તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાહિયેરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરપ્રાંતનો સેવાસેતુ કાર્યક્રમ આમોદ તાલુકાના નાહિયેર ગુરૂકુળ ખાતે પ્રાંત અધિકારી ગામિતની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં મામલતદાર જનક તાપીયાવાલા, તાલુકા વિકાસ અધિકારી ઉપસ્‍થિત રહી 10 ગામની પ્રજાની આવેલી અરજીઓનો નિકાલ લાવવામાં આવ્યો હતો. આમોદ તાલુકાના વિવિધ ગામોના અરજદારો ધ્‍વારા સેવા સેતુમાં રજૂ થયેલી 2361 અરજીઓનો હકારાત્‍મક નિકાલ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં નાહિયેર કલસ્‍ટરના વિવિધ ગામોના જાગૃત નાગરિકો, સરપંચો, જરૂરિયાતમંદ અરજદારો, અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

અન્ય સમાચારો પણ છે...