તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં 4 ઇંચ વરસાદની ઘટ સાથે ચોમાસાની વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંછેલ્લા 13 વર્ષમાં સૌથી નબળા ચોમાસા સાથે સરકારી ચોપડેથી વિધીવધ ચોમાસાએ વિદાય લઇ લીધી છે. હવે માત્ર કમોસમી વરસાદ સ્વરૂપે છૂટાછવાયા ઝાપટાં વરસવાની શકયતા મૌસમ વિભાગે વ્યકત કરી છે. શહેરમાં ગત વર્ષ કરતા પણ 4 ઇંચ ઓછો વરસાદ વખતે વરસ્યો છે.

શહેર અને જિલ્લામાં 60 ટકા મૌસમનાં કુલ સરેરાશ વરસાદ સાથે સરકારી ચોપડા મુજબ ચોમાસાએ વિધીવત વિદાય લઇ લીધી છે. હવે માત્ર કમોસમી વરસાદ તરીકે છૂટાછવાયાં ઝાંપટા ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસી શકે છે તેમ હવામાન વિભાગ સંભાવના વ્યકત કરી રહ્યું છે. શહેરમાં ગત વર્ષે અછતગ્રસ્ત ચોમાસા વચ્ચે પણ મૌસમનો કુલ વરસાદ 471 મિમી વરસ્યો હતો. જેની સામે વખતે માત્ર 366 મિમી વરસાદ વરસતા 4 ઇંચ વરસાદની અછત વર્તાઇ છે.

ભરૂચ તાલુકામાં મૌસમનાં કુલ સરેરાશ 911 મિમી વરસાદ સામે માત્ર 43.45 ટકા એટલે કે 396 મિમી સૌથી ઓછો વરસાદ અન્ય 8 તાલુકા કરતા વરસ્યો છે. જિલ્લમાં સૌથી વધુ 78 ટકા વરસાદ વાગરા તાલુકામાં નોંધાયો છે. પાછોતરા વરસાદે ખેતીને નવજીવન અાપ્યું છે. હવે જે કઇ છૂટો છવાયો વરસાદ વરસશે તે ખેડૂતો માટે આકસ્મિક મહેર સમાન હશે.

હવે માત્ર કમોસમી છૂટાછવાયાં ઝાપટાંની વકી

ગત વર્ષે 471 મિમી વરસાદ, વર્ષે 366 મિમી

ગરમીનો પારો 3.20 વધ્યો

વરસાદનીવિદાય સાથે ભરૂચ જિલ્લામાં ભાદરવાનો આકરો તાપ વરસવા સાથે મંગળવારે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયુ હતું. શરાદીયાનો આકરી ગરમી શરૂ થઇ જતા પારો 3.2 ડિગ્રી ઉંચકાઇ જતા લોકોને હવે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીએ રહેતા રાતે ઠંડક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...