તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિમાં પાવાગઢ રોજ 2 બસો દોડાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચએસ.ટી. વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં માઇ ભકતો માટે ભરૂચથી પાવાગઢ રોજ 2 વિશેષ બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આદ્યશક્તિની આરાધનાનાં પર્વમાં પવિત્રયાત્રા ધામ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શને ભરૂચ શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભરૂચથી પાવાગઢ જવા માટે શહેરનાં શ્રદ્ધાળુઓને સુવિધા મળી રહે તે માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા ભરૂચ-પાવાગઢ વિશેષ બસો નવરાત્રિ માટે ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એસ.ટી. વિભાગીય નિયામક વાય.જે.સૈયદે જણાવ્યું હતું કે, નવરાત્રિમાં શહેરમાંથી મહાકાળીનાં દર્શનાર્થે જતા માઇભકતોને સુવિધા મળી રહે તે માટે સવારે અને બપોરે પાવાગઢની 2 વિશેષ બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. એક બસ વહેલી સવારે પાવાગઢ જશે. જે બપોરે પરત ભરૂચ ફરશે.

અન્ય સમાચારો પણ છે...